Site icon Revoi.in

સરકારી કર્મચારિઓએ કર્મયોગી એપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

Social Share

અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઇન બહાર આવી ગઈ છે જેને લઈને સચિવાલયના કર્મચારિઓને હવે કર્મયોગી એપલિકેશનમાં રજિસ્ટર્ડ કરાવું ફરજિયાત બન્યું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે.

માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ તમામ કર્મચારી-અધિકારીઓ કરે તે માટે વખતોવખત સુચનાઓ પણ જાહેર કરવામાં આવી છે, ત્યારે જુલાઈના અંતમાં એપ્લિકેશનના યુઝર રજિસ્ટ્રેશન સંદર્ભે વધુ એક ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કર્મયોગી એપમાં યુઝર રજિસ્ટ્રેશન નહીં હોય તેનો પગાર અટકાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને ઘણા બધા કર્મચારિઓમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે, ઘણા બધા કર્મચારીઓને આ નિર્ણય સ્વીકાર્ય નથી.

ગત માર્ચ મહિના દરમિયાન પણ સરકાર દ્વારા વધુ અત્યાધુનિક રીતે ઓનલાઇન મહત્તમ કામગીરી થાય તે માટે કર્મયોગી એપ્લિકેશન 2.0 લોન્ચ કરવામાં આવી હતી. જેમાં તબક્કાવાર લીવ, એલટીસી, વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ, કર્મચારીની નોંધણી, સર્વિસ બુક વિગેરે મોડ્યુલ્સને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સાથી એપ્લિકેશન પરથી છેલ્લા ત્રણ વર્ષનો કામગીરી મૂલ્યાંકન અહેવાલ કર્મયોગી ઉપર તબદીલ કરાયો છે.