અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની બેદરકારીને કારણે લોકોના મોત થયાં છે. કોવિડ મહામારીમાં લગભગ 3.25 લાખ વ્યક્તિઓના મોત થયાં છે. જો કે, સરકારી આંકડા અનુસાર 10 હજાર જેટલા લોકોને મૃત્યુ પામ્યાં છે. આમ સરકાર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. કોરોનાને કારણે 10081 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી છે. બીજી તરફ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા સંતાનોની સહાય માટે સરકાર દ્વારા યોજના અમલમાં મુકી છે. જેમાં 16 હજારથી વધારે અરજીઓ આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીની નિષ્ફળતા છુપાવવા માટે મંત્રીઓના ચહેરા બદલી નાખવામાં આવ્યાં છે. જો કે, ચૂંટણીમાં જનતા ભાજપને તેનો જવાબ પશે.