અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનીચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, તેમજ ડિસેમ્બર મહિનામાં આવી રહેલી 10315 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી ને ધયાનમા રાખી મુખ્યમંત્રી વિજય પાણીએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે આવતા સોમવારે રાજ્યભરના જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ.ના ની આખા દિવસની કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યત્વે રસીકરણ ,કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની અમલવારીને લઈને વિવિધ તબક્કે સમીક્ષાઓ કરવામાં આવશે. ભારત સરકારના કેટલાક મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેકટર અને ડીડીઓને સુચના આપવામાં આવશે. તમામ જિલ્લા કલેકટરો અને ડીટી અને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેકટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે.
- સરકારે વિકાસના કામો ઝડપથી પુરા કરવા માટે રોડ મેપ બનાવ્યો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી તેમજ 10315 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી મહિનાઓમાં યોજાવાની હોય ભાજપ સરકારે વિકાસના કામો ઝડપથી પુરા કરવા માટે રોડ મેપ બનાવ્યો છે. વહિવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે તાજેતરમાં એકીસાથે 77 જેટલા સનદી અધિકારીઓની જિલ્લા કક્ષાએ બદલીઓ કરવામાં આવી હતી. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ સરકારી યોજનાઓનો નાગરિકોને વધુમાં વધુ લાભ મળતો થાય તે માટેનો એકશન પ્લાન આ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
- રાજયની 10300 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી
ડિસેમ્બર 2021માં રાજયની દસ હજાર ત્રણસો પંદર જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીમાં અધિકાંશ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે ડીડીઓ અને કલેકટર કોન્ફરન્સમાં સરકારી કામકાજ ઝડપભેર હાથ ધરવામાં આવે તે પ્રકારના પ્રયત્નો શ કરવામાં આવ્યા છે. ગુજરાત રસીકરણ ની કામગીરીમાં મોખરે રહે અને 100 ટકા રસીકરણ કરનાર જિલ્લાને વિશેષ પ્રોત્સાહન આપવામા આવશે. આ સિવાય મહેસૂલી કામગીરી તેમજ પ્રમોલગેશન ના કેસોનો નિકાલ, તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલી કામગીરીની સમીક્ષા હાથ ધરવામા આવશે.