1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે: દર્શનાબેન જરદોશ
ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે: દર્શનાબેન જરદોશ

ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે: દર્શનાબેન જરદોશ

0
Social Share

અમદાવાદઃ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયા તથા રાજય સરકાર દ્વારા ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટેનો સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે,  બેસ્ટ કવોલીટી સાથે ટેકનિકલ ટેક્ષટાઈલક્ષેત્રના વિકાસમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. સુરતના લોકોના નેચરમાં બિઝનેસ માઈન્ડ રહેલો છે. નવસારી ખાતે પીએમમિત્રા પાર્કના નિર્માણથી વિશાળ રોજગારીના સર્જન સાથે ટેક્ષટાઈલક્ષેત્રને નવી ઉચાઈઓ સુધી લઈ જશે તેમ જણાવીને ભારત સરકાર ૨૦૪૭માં વિકસીત ભારતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી હોવાનું કહ્યું હતું. રાજય સરકારે લેબર, શ્રમ અને ટેક્ષટાઈલની પોલીસીઓ બનાવી છે ત્યારે ટેક્ષટાઈલક્ષેત્રે વિશાળ તકો રહેલી છે. મેનમેડ ફાઈબરની સાથે રેડીમેન્ટ ગારમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાની કટિબધ્ધતા મંત્રીએ વ્યકત કરી હતી. રેડીમેન્ટ ગારમેન્ટક્ષેત્રે વેલ્યુ એડીશન સાથે મહિલાઓની વિશેષ ભાગીદારી રહેલી છે. ‘ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે.

ઉદ્યોગ રાજયમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની શરૂઆત કરીને દેશ તથા દુનિયાના ખુણે ખુણેથી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. જેનાથી આજે ગુજરાત દુનિયાના નકશામાં ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અન્ય ઈન્ડસ્ટ્રીઝ કરતા ટેક્ષટાઈલમાં રોકાણથી વધુ રોજગારીનું સર્જન થાય છે. રાજય ગારમેન્ટ સેકટરનું હબ બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સરકાર સૌના વિચારોને પ્રાધાન્ય આપીને પોલીસીનો અમલ કરનારી સરકાર છે. મંત્રીએ સૌ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.

એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલ ઉદ્યોગકારોના સહકાર માટે કટ્ટિબદ્ધ છે. એટલે જ ટેક્સટાઈલ ઉદ્યોગકારો માટે ગુજરાતમાં મોટી તક રહેલી છે. ખેતીવાડી બાદ સૌથી વધુ રોજગારી ટેક્ષટાઈલ ક્ષેત્ર પુરી પાડે છે. બીજા અન્ય સેક્ટરમાં એક કરોડના રોકાણમાં ૩ થી ૫ લોકોને રોજગારી મળે છે જેની સામે ટેક્સટાઈલ સેકટરમાં એક કરોડના રોકાણથી ૯ થી ૧૫ રોજગારીનું સર્જન થાય છે. રાજયમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ), RoSCTL સ્કીમ (‘ગાર્મેન્ટ્સ અને મેડ-અપ્સની નિકાસ પર રાજ્ય અને કેન્દ્રીય કર અને વસૂલાતની છૂટ માટેની યોજના’), પોલીસી તેમજ જીએસટીને લઈને સરકારની નીતિઓથી ટેક્સટાઈલ સેક્ટરના વિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજયમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, જેના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી રહ્યું છે. સરકારની ટેક્સટાઈલ પોલિસીથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટેક્નોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્સટાઈલ પાર્ક્સનો રાજયમાં વિકાસ થઈ રહ્યો છે. રાજયમાં આઈટી, આઈટીઈએસ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો પણ વેગવંતા બની રહ્યા છે, ત્યારે ગ્રામીણ રોજગાર અને મહિલા સશક્તિકરણ માટે ટેક્સટાઈલ ક્ષેત્રમાં પણ સૌથી વધુ ઉજ્જવળ તકો રહેલી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code