સરકાર ખેડુતોને પાણી આપવા પ્રયાસ કરી રહી છે, પણ જળાશયોમાં સરેરાશ 35 ટકા જ પાણી છેઃ નીતિન પટેલ
ગોધરા : પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની અધ્યક્ષતામાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરાઈ હતી. ગોધરા હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યું હતું. ત્યારે ખેડૂતોની સ્થિતિ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વરસાદ ખેંચાતા સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે. મોટાભાગના ડેમમાં સરેરાશ 35 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને વિવિધ યોજના હેઠળ પાણી આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાક મૂરઝાઈ રહ્યો છે. આવામાં ખેડૂતો સિંચાઈ માટેના પાણીની માંગ કરી રહ્યા છે. પરંતુ ડેમમાં પુરતું પાણી ના હોવાથી સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સિંચાઈનું પાણી સરકાર ત્યારે જ આપી શકે, જ્યારે ડેમમાં કે બંધમાં પાણી હોય. અત્યારે કોઈ પણ ડેમમાં 30-35 ટકા વધુ પાણીનો જથ્થો નથી. આખા વર્ષ દરમિયાનનું પીવાના પાણીનો જથ્થો ડેમમાં રાખવાનો હોય, એ રિઝર્વ રાખ્યા પછી જ વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય. કમનસીબે આ વર્ષે નર્મદા બંધમાં પણ ગયા વર્ષ કરતા ઓછું પાણી છે. ખેડૂતોને પાણી આપવાના પ્રયાસ ચાલી રહ્યા છે. વિવિધ યોજના હેઠળ પાણી આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પીવા માટે રિઝર્વ જથ્થો રાખી સિંચાઈનું પાણી આપવા સરકાર પ્રયત્ન કરે છે. વરસાદ ખેંચાતા ખેડૂતો હાલત દયનીય થઈ છે. રાજ્યના મોટાભાગના ડેમોમાં સરેરાશ 35 ટકા જેટલું પાણી છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને પાણી આપવાના પ્રયાસો કરી રહી છે.
કૃષિમંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાયો છે તે અંગે સરકાર ચિંતિત છે અને ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ કે વરસાદ આવે. સરકારે પણ આ સમગ્ર બાબતે આયોજન કર્યું છે અને ડેમમાં પીવાના પાણીનો જથ્થો રાખીને ત્યાર બાદ ખેતી માટે પાણી આપવાનો આદેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સિંચાઈના પાણી અંગે કોંગ્રેસે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે આરોપ મૂકતા કહ્યું કે, વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. તેથી સૌની યોજનાથી પાણી પહોંચાડવામાં આવે. સિંચાઈ માટે પાણી નહિ મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે. વરસાદ ના આવે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. ખેડૂતોને પાણીની જરૂર છે. જો સિંચાઈ માટે પાણી નહિ અપાય તો ખેડૂતોનો પાક સૂકાઈ જશે. અઠવાડિયામાં વરસાદ નહિ થાય તો ખેડૂતોને સુનામી કરતા પણ વધુ નુકસાન થશે, જે સરકારે પણ ભોગવવું પડશે.