Site icon Revoi.in

નેધરલેન્ડમાં ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન કર્યું,14 જાન્યુઆરી સુધી સ્કૂલ, રેસ્ટોરેન્ટ,કોલેજો બંધ

Social Share

દિલ્હી:કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે તેને લઈને હવે તમામ દેશોમાં ચિંતા વધી છે. જાણકારી અનુસાર યુરોપના દેશોમાં ફ્રાન્સ તથા બ્રિટનમાં આ વેરિયન્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને નેધરલેન્ડની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

જાણકારી અનુસાર નેધરલેન્ડની સરકારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી છે. ડચ સરકાર દ્વારા લગાવવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી તેજીથી ફેલાવવા વાળા ઓમિક્રોન વેરિએન્ટ અને કોરોનાની આગામી લહેર રોકવા માટે યુરોપીયન રાષ્ટ્રના ઉપાયોને ફરીથી લાગુ કરાવના પગલાં ભરી રહ્યા છે. વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે બ્રિટનમાં જો લોકડાઉન નહિ લાગ્યું તો દેશમાં ઓમિક્રોનથી મરવા વાળાનો આંકડો 4,000 સુધી પહોંચી ગયો

ડચ સરકારમાં કાર્યકારી વડા પ્રધાન માર્ક રૂટે શનિવારે રાત્રે જણાવ્યું હતું કે નેધરલેન્ડ્સમાં શાળાઓ, યુનિવર્સિટીઓ અને તમામ બિન-આવશ્યક સ્ટોર્સ, બાર અને રેસ્ટોરન્ટ્સ 14 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ક્રિસમસ અને નવા વર્ષ માટે માત્ર ચાર મહેમાનોને જ મંજૂરી આપવામાં આવશે. અન્ય દિવસોમાં ફક્ત બે લોકોને જ મંજૂરી આપવામાં આવશે.

ડચ સરકારે, જાહેરાત પહેલા ફ્રાન્સ, સાયપ્રસ અને ઑસ્ટ્રિયામાં મુસાફરી પ્રતિબંધોને કડક બનાવ્યા છે. પેરિસે તેના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ફટાકડા રદ કર્યા. ડેનમાર્કે થિયેટરો, કોન્સર્ટ હોલ, મનોરંજન ઉદ્યાનો અને સંગ્રહાલયો બંધ કર્યા. આયર્લેન્ડ રાત્રે 8 વાગ્યા પછી પબ અને બારને મંજૂરી આપતું નથી.