Site icon Revoi.in

રાજ્યમાં કોવિડને પગલે ઓક્સિજન પ્લાન્ટ ઉપર સરકારનું મોનિટરિંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેના કારણે ઓક્સિજનની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઓસ્કિજનની અછત ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓક્સિજન પ્લાન્ટ પર મોનિટરિંગનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ સરકાર કોવિડ-19ના બેડમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં અછતની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના નિકાલ માટે ઓક્સિજન પ્લાન્ટ ઉપર મોનિટરિંગનો નિર્ણય લેવાયો છે. આમ હવે ઓક્સિજન પ્લાન્ટ ઉપર સરકારનું સીધુ મોનિટરિંગ હશે. આ માટે અધિકારીની નિમણુંક પણ કરવામાં આવી છે.

હાલ રાજ્યમાં 800 મેટ્રીક ટન ઓક્સિજનનો વપરાશ થાય છે. બીજી તરફ ઓક્સિજનની સતત ડિમાન્ડ વધી રહી છે. જેથી અન્ય રાજ્યોને હાલ ઓક્સિજન સપ્લાય નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાય કરતા વાહન પર ઓક્સિજનના પ્લાન્ટથી હોસ્પિટલ સુધી પોલીસ મોનીટરિંગ કરશે.