ગાંધીનગરઃ ગુજરાતમાં એકબાજુ શિક્ષિત બોરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર હવે સરકારી કર્મચારીઓની નિવૃતિ વય વધારવાનું વિચારી રહી છે. રાજ્યમાં સરકારના કર્મચારીઓની વય નિવૃત્તિ 58 વર્ષથી વધારીને 60વર્ષ કરવાની માંગણી ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે રાજયન મહત્વના એવા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કર્મચારી મંડળની આ અરજીને નાણાં વિભાગને મોકલી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની વય નિવૃત્તિ 60 વર્ષ કરવા માટે સરકારની કર્મચારી સંકલન સમિતિ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી જોકે આ મામલે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓની માંગણી નાણા મંત્રાલયમાં મોકલી આપી છે.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દ્વારા નાણા મંત્રાલયને તાકીદ કરી કે રાજ્ય સરકાર ના કર્મચારી અધિકારીઓની વયનિવૃત્તિ 60 વર્ષ કરવાની રજૂઆત મળી છે. પરંતુ આ બાબત નાણાં વિભાગને સંબંધિત હોવાથી કર્મચારીઓ ની રજુઆત માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે કોઈપણ અરજદાર સરકાર સમક્ષ કોઈ માંગણી કે પ્રશ્નો સંબંધિત અરજી કરે તો સંલગ્ન વિભાગ સહિત અન્ય પરસ્પર વિભાગો દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે જોકે સરકાર દ્વારા કર્મચારીઓની વય નિવૃત્તિ અંગે શું નિર્ણય કરશે તે યક્ષપ્રશ્ન છે.