Site icon Revoi.in

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને લઈને ભારત સરકાર સતર્ક, કેટલાક આદેશ જાહેર

Social Share

દિલ્હી :ભારતમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. લોકોને રાહત છે તે વાતથી સાથે સરકારે પણ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અનેક પ્રયાસ કર્યા છે. આવામાં હવે નવો વેરિયન્ટ કેટલાક દેશોમાં પહોંચ્યો છે જેનું નામ છે ઓમિક્રોન. ભારત સરકાર દ્વારા કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ દેશમાં ન પહોંચે તે માટે અનેક પ્રકારના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દુનિયભરનાં 14 દેશોમાં ફેલાયો છે પરંતુ ભારતમા હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. જૉ કોઈ એવો સંદેશ પ્રાપ્ત થાય કે કોઈ વ્યક્તિમાં ખતરો છે તો તેની તરત જ તપાસ કરવામાં આવશે અને હાલમાં જીનોમ સિક્વેન્સીંગ પણ કરવામાં આવી રહી છે.