ભારત સરાકરે દેશભરમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે આપી સૈદ્ધાંતિક મંજૂરી – રાતે
- 21 ગ્રીન એરપોર્ટના નિર્માણ માટે સરકારે આપી મંજૂરી
- આ એરપોર્ચ માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
દિલ્હીઃ- ભારત દેશ સતત પ્રગતિશીલ દેશ સાબિત થઈ રહ્યો છે અનેક યોજનાઓ હેઠળ ગાનરિકોને સુલભ સગવડ પુરી પાડવામાં આવી રહી છે તે ટ્રાન્સફર ક્ષેત્રમાં હોય કે પરિવહનમાં ત્યારે હવે આ સાથે જ ભારત સરકારે સમગ્ર દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ સમગ્ર બાબતે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી ડૉ. વીકે સિંહે સોમવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી, 2008 તૈયાર કરી લીધી છે. આ નીતિ દેશમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે માર્ગદર્શિકા પ્રદાન કરશે.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી ડૉ. વી.કે. સિંહે જણાવ્યું હતું કે ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ આગામી 4 5 વર્ષમાં અંદાજે 25 હજાર કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવા એરપોર્ટના વિકાસ અને હાલના એરપોર્ટને સુધારવાનું કામ શરૂ કર્યું છે. મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, આઠ એરપોર્ટ પૈકીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ સાથે જ તેમણે એ પણ માહિતી આપી હતી કે ઉડાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 14 વોટર એરોડ્રોમ અને 36 હેલિપેડ સહિત 154 પ્રાદેશિક કનેક્ટિવિટી યોજનાઓ માટે એરપોર્ટની ઓળખ પણ કરવામાં આવી ચૂકી છે.
આ જવાબ સંસદમાં સાંસદ વિજય પાલ સિંહ તોમરને આપતા, વીકે સિંહે જણાવ્યું હતું કે એએઆઈ એ નવા એરપોર્ટના વિકાસ અને હાલના એરપોર્ટના વિસ્તરણ અને અપગ્રેડેશનની કામગીરી લગભગ ખર્ચે હાથ ધરી છે. આવનાપા ચાર-પાંચ વર્ષમાં આ યોજનાઓમાં 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
વધુ માહિતી આપતા કહ્યું કે દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુ ખાતેના ત્રણ જાહેર-ખાનગી ભાગીદારી એરપોર્ટનું 2025 સુધીમાં 30 હજાર કરોડના ખર્ચ સાથે વિસ્તરણ કરવાની યોજના બનાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે દેશમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે માર્ગદર્શિકા પ્રદાન કરવા માટે સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી, 2008 ઘડી હતી. નીતિ અનુસાર, એરપોર્ટ ડેવલપરએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રસ્તાવ મોકલવો જરૂરી છે.