માલદીવને ભારત સરકારે આર્થિક વિકાસ માટે રૂ. 10 કરોડની મદદ પુરી પાડી
નવી દિલ્હીઃ પડોશી પહેલાને માનતુ ભારત પડોશી દેશોને મદદ કરવા માટે હંમેશા તૈયાર કરે છે. પડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળ અને બર્મા સહિતના દેશોને ભારત દ્વારા અવાર-નવાર મદદ કરવામાં આવે છે. દરમિયાન ભારતની નરેન્દ્ર મોદી સરકારે માલદીવને આર્થિક વિકાસમાં મદદ રૂપ થવા માટે રૂ. 10 કરોડ ડોલરની મદદ કરી હોવાનું જાણવા મળે છે.
ભારતે માલદીવને દસ કરોડ અમેરિકી ડોલરની આર્થિક સહાય કરી છે. નબળી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માલદીવ આ સહાયનો બજેટના રૂપે ઉપયોગ કરશે. આ આર્થિક સહાય કોઈપણ શરત વગર આપવામાં આવી છે. આર્થિક સહાયતા આપતાં કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધતા, વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું કે, આ આર્થિક સહાય માલદીવને ઝડપી આર્થિક વિકાસ કરવામાં મદદરૂપ સાબિત થશે. ભારતને માલદીવને જે પણ નાણાકીય સહાય પ્રદાન કરી છે તેના પરથી બંને દેશો વચ્ચેની વિશ્વનીયતા વિશે જાણ થાય છે. જે પણ નાણાકીય સહાય આપવામાં આવી છે તે એ વાતનું પ્રમાણ છે કે, ભારત માલદીવ સરકાર અને માલદીવની જનતાને સહયોગ પ્રદાન કરશે.