Site icon Revoi.in

કેનેડા સરકારના નિજ્જર કેસમાં ખોટા આક્ષેપો બાદ ભારત સરકાર આક્રમક મૂડમાં

Social Share

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યા બાબતે ટ્રૂડો સરકારે તાજેતરમાં ભારત ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. જે બાદ ભારત સરકારે આકરુ વલણ અપનાવ્યું છે. ભારત સરકારે કેનેડા પાસે હત્યા કેસને લઈને નક્કર પુરાવાની માંગણી કરી છે. તેમજ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના પીએમના આક્ષેપોને વોટબેંકની રાજનીતિ ગણાવી હતી. એટલું જ નહીં સરકારે કેનેડાથી પોતાના હાઈ કમિશનને બોલાવ્યાં છે, એટલું જ નહીં ભારતમાં કેનેડાના છ રાજદ્વારીને દેશ છોડવા નિર્દેશ કર્યો છે.

ટ્રુડો સરકારના ખોટા આરોપો બાદ ભારત સરકારે મોટું પગલું ભર્યુ છે. ભારતે કેનેડામાં પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. ભારત સરકારે કેનેડાના હાઈ કમિશન ઈન્ચાર્જને સમન પાઠવ્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારતના તમામ હાઈ કમીશનને કેનેડા થી પરત બોલવવામાં આવ્યા  છે. સાથે જ અન્ય રાજ નાયકો અને અધિકારીઓને પણ પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  ભારતના હાઈ કમીશન અને અન્ય અધિકારીઓને કેનેડા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા  છે. જે  સ્વીકાર્ય નથી ટ્રુડો સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે ભારતના રાજદ્વારીની સુરક્ષામાં ખતરો ઉભો થઇ શકે છે. જેથી તેમને પરત બોલાવવામાં આવ્યા છે.