- ભારત સરકારનો મોટો પ્લાન
- દેશના હાઈવે પર ઈલેક્ટ્રિક સ્ટેશન લગાવવાનો પ્લાન
- દર 40-60 કિમી પર મળશે ઈલેક્ટ્રિક ચાર્જિંગ પાવર સ્ટેશન
દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ સાતમાં આસમાને પહોંચી રહ્યા છે તો પણ લોકોની ખરીદ શક્તિ પર કોઈ ફરક પડ્તો નથી, વાત એવી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી પણ ગાડીઓ તથા મોટરસાયકલના વેચાણમાં કોઈ ખાસ પ્રકારનો ફરક જોવા મળ્યો નથી ત્યારે હવે સરકાર દ્વારા એવો પ્લાન બનાવવામાં આવ્યો છે કે જેનાથી ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ જોરદાર વધી શકે છે.
વાત એવી છે કે માર્ગ સચિવ ગિરધર અરમાનેએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને મોટા પ્રમાણમાં આગળ ધપાવવા માટે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર દર 40 થી 60 કિલોમીટરના અંતરે ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આગળ એનએચએઆઈના પ્રમુખ અરમાનેએ જણાવ્યું હતું કે, ઓથોરિટી 2023 સુધીમાં 35,000-40,000 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગને ચાર્જિંગ સ્ટેશનો સાથે આવરી લેવાની યોજના બનાવી રહી છે. આગામી બે વર્ષમાં કુલ 700 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના લોકો ઈલેક્ટ્રિક વાહન એટલા માટે નથી ખરીદતા કારણ કે તેમના એક ભય છે કે લાંબા અંતરના પ્રવાસમાં કે જ્યાં ચાર્જિંગ સ્ટેશન ન મળે તો શું કરવું, પણ હવે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર હવે લોકોને તે સમસ્યા પર પણ કામ કરવા જઈ રહી છે.