Site icon Revoi.in

કોરોનાનો ખાત્મો બોલાવવા સરકારની તૈયારી, કાલથી થશે સમગ્ર દેશમાં ડ્રાય રન

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના દેશમાં એક કરોડથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે સરકાર હવે કોરોનાવાયરસનો ખાત્મો બોલવવા માટે આરપારની લડાઈ લડવા માટે તૈયાર થઈ ગઈ છે. સરકાર હવે કોરોનાવાયરસ વેક્સિનના ડ્રાય રન માટે એક મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે અને 2 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજવા જઈ રહી છે.

નવા વર્ષના દસ્તકની સાથે જ દેશમાં હવે કોરોના વેક્સિનને લઈને મોટી તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનની ડ્રાય રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે બેઠકમાં આ નિર્ણય લીધો.

જો કે દેશના ચાર રાજ્યો પહેલાથી જ ડ્રાય રન કરવામાં આવ્યો હતો જેમાં પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશને સામેલ કરવામાં આવ્યુ હત અને તેના પરિણામ પણ સારા ધારધોરણમાં સામે આવ્યુ હતુ. જે બાદ હવે સરકારે સમગ્ર દેશમાં આ ડ્રાય રનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.