દિલ્હી – ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઍક બુમારી ફેલાય રહી છે ખાસ કરી ને આ બઉઈમારી બાળકોને અસર કરતી જોવા મળી છે જેને ળઅને 2 દિવસ અગાઉ ભારત સરકારે પણ દરેક રાજ્યોને પરત લખીને સતર્ક કર્યા હતા ત્યારે હવે ક કર્ણાટક સરકારે ચીનમાં ફેલાતા નવા રોગને લઈને રાજ્યમાં એડવાઈઝરી જારી કરી છે.
કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થવાના રિપોર્ટ પગલે રાજ્યભરમાં તેની હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એલર્ટ પર મૂકી દીધું છે. કર્ણાટક સરકારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાને પગલે આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરીને જાહેર આરોગ્ય અને હોસ્પિટલની તૈયારીઓની તાત્કાલિક સમીક્ષા કરવા જણાવ્યું હતું.
હવે કર્ણાટક સરકારે સૂચના જારી કરી છે આ સિવાય કર્ણાટક સરકારના સ્વાસ્થ્ય વિભાગે નાગરિકોને સિઝનલ ફ્લૂના વાયરસથી સાવધ રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં સિઝનલ ફ્લૂને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખ ઇયાં છે કે સિઝનલ ફ્લૂ એક ચેપી રોગ છે, જે સામાન્ય રીતે પાંચથી સાત દિવસ સુધી રહે છે. જો કે, આ રોગ શિશુઓ, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે વધુ જોખમ ઊભું કરે છે, જેમને રોગને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
ચીનમાં ફેલાતા આ રોગના લક્ષણોની વાત કરીએ તો તેના લક્ષણોમાં તાવ, શરદી, અસ્વસ્થતા, ભૂખ ન લાગવી, ઉલટી, છીંક આવવી અને સૂકી ખાંસીનો સમાવેશ થાય છે, જેના લક્ષણો મનુષ્યમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રહે છે.
એડવાઈઝરી જણાવે છે કે કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી બચવા માટે શું કરવું અને શું ન કરવું. સલાહ મુજબ, ખાંસી અથવા છીંકતી વખતે મોં અને નાક ઢાંકો, વારંવાર હાથ ધોવા, ચહેરાને બિનજરૂરી સ્પર્શ કરવાનું ટાળો.