Site icon Revoi.in

મણીપુરની સરકારે સરકારી કર્મીઓ માટે લીધો મહત્વનો નિર્ણય – કામ નહી તો વેતન નહી પદ્ધતિ કરાશે લાગૂ

Social Share

 

ઈમ્ફાલઃ- મણીપુર રાજ્ય હાલ હિંસાને કારણે સતત ચર્ચામાં આવ્યું છે છએલ્લા કેટલાક મહિનાઓથી અહી હિંસા થઈ રહી હતી જો કે હવે થોડી શાંતિ જોવા મળી રહી છએ ત્યારે હવે આવી સ્થિતિ વચ્ચે મઈપુરની સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે

જાણકારી અનુસાર રાજ્યની સરકારે ઓફિસમાં ન આવતા તેના કર્મચારીઓ પર ‘નો વર્ક, નો પે’ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ ને એવા કર્મચારીઓની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે કે જેઓ જાતિ હિંસાગ્રસ્ત રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કાર્યસ્થળ પર હાજર રહી શકતા નથી.આવા એક લાખ કર્મચારીઓ પર આ નિર્ણયની અસર પડશે.

વિતેલા દિવસને સોમવારના રોજ જીએડી સચિવ માઈકલ ઈકોમ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં આ જાણકારી અપાઈ હતી જેમાં કહેવાયું છે કે, “12 જૂને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકના પેરા 5-(12)માં લેવાયેલા નિર્ણય અનુસાર, મણિપુર સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગે તમામ પગારદાર કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે જે કર્મચારીઓ અધિકૃત રજા લીધા વિના કામ પર જાણ કરતા નથી તેવા કામજારોને  ‘નો વર્ક, નો પે’ નિયમ લાગુ થઈ શકે છે.

આ સહીત વહીવટી સચિવોને “તે કર્મચારીઓની વિગતો આપવા પણ કહ્યું છે જેઓ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે ઓફિસમાં હાજર નથી.” આવા તમામ કર્મચારીઓના નામ, કર્મચારી ઓળખ નંબ, વર્તમાન સરનામું અને અન્ય વિગતો સામાન્ય વહીવટ વિભાગ અને કર્મચારી વિભાગને 28 જૂન સુધીમાં આપવાની સૂચના આપાઈ છે.

આ સહીત તેનો પણ આદેશ અપાયો છે કે  તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવી શકે છે. મેની શરૂઆતમાં ફાટી નીકળેલી મણિપુરમાં બહુમતી મેઇતેઈ અને લઘુમતી કુકૈઈ સમુદાય વચ્ચે વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે.આ હિંસાના બહાના બતાવીને  ઘણા કર્મચારીઓ કામકાજની જગ્યા કે ઓફીસ આવવાનું ટાળી રહ્યા છે ત્યારે આ પ્રકારના કર્મચારી ઓ સામે મણીપુરની સરકાર હવે સખ્ત બની રહી છે.