- બોર્નવિટાની ભ્રામક જાહેરાત હટાવવાનો કેન્દ્રનો આદેશ
- નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે નોટીસ પાઠવી
દિલ્હીઃ- અનેક પ્રોડક્ટ વેંચનારા અવનવી જાહેરાતો બનાવકતા હોય છએ અને ટચેલિવિઝન પર તે પ્રસારિત પણ કરાતી હોય છે ત્યારે હવે બોર્નવિટાની ભ્રામક જાહેરાતોને સરકારે બંધ કરવાના આદેશ આપ્યા છે.જાણકારી પ્રમાણે બાળકોના સ્વાસ્થ્યને સુધારવાનો દાવો કરતી બોર્નવિટામાં લગભગ અડધી ખાંડ હોવાના આક્ષેપો પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે તેના માલિક મોન્ડેલેઝ ઇન્ડિયાને નોટિસ મોકલી છે.
ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાત દિવસમાં કંપનીનો જવાબ અને વિગતવાર રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.એવો આરોપ છે કે ‘હેલ્થ ડ્રિંક’ના નામે વેચાઈ રહેલા બોર્નવિટામાં ખાંડની માત્રા વધુ હોવાને કારણે ડાયાબિટીસનું જોખમ વધી શકે છે
કમિશને જણાવ્યું કે મોન્ડેલેઝ બોર્નવિટાના પેકેજિંગમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરજિયાત ડિસ્ક્લોઝર્સ દર્શાવવામાં નિષ્ફળ રહી છે. આ પ્રોડક્ટે પેકેજ્ડ ફૂડ માટે ઓવરઓલ ન્યુટ્રિશનલ પ્રોફાઇલના 1/2 સ્ટાર થી 5 સ્ટારસુધી રેટિંગ આપતી ઇન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ સિસ્ટમનો ભંગ કરે છે.
આ સાથે જ બોર્નવિટામાં રહેલું માલ્ટોડેક્સટ્રિન કે લિક્વિડ ગ્લુકોઝ એડેડ સુગર તરીકે લેબલ્ડ નથી અને ટોટલ એનર્જીના 10 ટકાથી વધુ એડેડ સુગર કન્ટેન્ટ વેલ્યૂ ધરાવતી પ્રોડક્ટ્સ માટે ફરજિયાત રેડ-કોડિંગ પણ આ પ્રોડક્ટ ધરાવતી નથી. ઉલ્લંઘનો કે ભ્રામક જાહેરાતો બદલ FSSAI દ્વારા 10 લાખ નો ગંડ પણ થઈ શકે છે.
જાણકારી મુજ આ દાવો વિશ્લેષક રેવંત હિમાત્સિંકાએ એક વીડિયો પોસ્ટ કરીને કર્યો છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે કંપનીએ રેવંતને લીગલ નોટિસ મોકલી, જેના પર રેવંતે દરેક જગ્યાએથી વીડિયો ડિલીટ કરી દીધો. જો કે, ત્યાં સુધીમાં તેને 1.20 કરોડ લોકો જોઈ ચૂક્યા હતા, તે બીજી ઘણી જગ્યાએ ફેલાવાનું શરૂ થયું હતું.
બીજી તરફ, ચિલ્ડ્રન્સ કમિશનને એવી ફરિયાદો મળી હતી કે બોર્નવિટા, બાળકોના શારીરિક વિકાસ અને વિકાસમાં મદદ કરવાનો દાવો કરતી વખતે, તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કમિશને હવે એક નોટિસ મોકલીને ભ્રામક જાહેરાતો, પેકેજિંગ, લેબલો પાછી ખેંચી લેવા અંગે વિગતવાર અહેવાલ મોકલવા જણાવ્યું છે.