- ડ્રાઇવિંગ લાઇસન્સમાં થયા ફેરફાર
- સરકાર લાવી રહી છે નવા નિયમો
- લાઇસન્સ માટે કોઈ ટેસ્ટ આપવાની રહેશે નહીં
- ડ્રાઇવિંગ ટ્રેનીંગ સેંટરોને માન્યતા
- ઘર બેઠા કરાવી શકો છો રીન્યુ
ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એકદમ મુશ્કેલ માનવામાં આવતું હતું. પહેલા આરટીઓ કચેરીના ચક્કર લગાવવા પડતા હતા, એજન્ટોને મળવું પડતું હતું. પરંતુ જ્યારથી સરકારે આ પ્રક્રિયા ઓનલાઇન કરી છે, ત્યારથી લોકોની મુશ્કેલી થોડી ઓછી થઈ છે. હવે સરકાર તેમાં બીજો મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અને તે છે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય એવી જોગવાઈ કરી રહ્યું છે કે, ડ્રાઇવિંગ ટ્રેનીંગ સેંટરમાંથી ટ્રેનીંગ લીધા બાદ, કોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી ન પડે.
મતલબ કે જો તમે ડ્રાઇવિંગ ટ્રેનીંગ સેન્ટરથી ગાડી ચલાવવાનું શીખો છો, તો તમારે લાઇસેંસ માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ યોજના પર કામ શરૂ કર્યું છે. મંત્રાલયે આના માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જારી કર્યું છે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે લોકોની સલાહ માંગવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ યોજના અંતર્ગત મંત્રાલય ટેસ્ટ માટે ડ્રાઇવર ટ્રેનીંગ સેંટરને માન્યતા આપશે. જેથી તેઓ તેનો અમલ કરી શકે. આ માટે મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે, ડ્રાઇવિંગ ટ્રેનીંગ સેટર્સને સરકારે બનાવેલા નિયમોનું પાલન કરવું પડશે. લોકોના સૂચન માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટીફીકેશન તેની વેબસાઇટ પર અપલોડ કરી છે. આમાં, તમે તમારા સૂચનો પણ આપી શકો છો.
ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. આટલું જ નહીં, ડ્રાઇવિંગ લાઇસન્સને ઓળખ કાર્ડ તરીકે પણ માન્યતા આપવામાં આવે છે. આની મદદથી તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા કેટલાક દેશોમાં વાહન ચલાવી શકો છો, પરંતુ તમારે આ માટે આરટીઓની પરવાનગી લેવી પડશે.
કોરોના મહામારીની વચ્ચે જો તમારે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને રીન્યુ કરાવું હોય અને આરટીઓ ઓફિસમાં જવા માટે સમય અને સગવડ ન હોય તો, તમે ઘરે ડ્રાઇવિંગ લાઇસન્સને ઓનલાઇન રીન્યુ કરાવી શકો છો. સૌ પ્રથમ, ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો. ત્યારબાદ તેને સ્કેન કરીને અપલોડ કરવું પડશે. આ સિવાય જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે, તો તમારે પ્રમાણિત ડોક્ટર પાસેથી ભરાવેલ ફોર્મ 1 એ જરૂર પડશે. એક્સ્પાયર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડ અપલોડ કરવું પડશે.
-દેવાંશી