કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ હવે દુકાનો, લારી-ગલ્લાઓ બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. હવે દુકાનદારો-લારી ગલ્લાઓ બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે. અને બપોરે 3 વાગ્યા બાદ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે. વેપારીઓએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ છૂટછાટનો તા.27મી મે સુધી અમલ કરવાનો રહેશે ત્યારબાદ પરિસ્થિતિની સમિક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ અને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેના કારણે છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજીબાજુ વેપારીઓ દુકાનો ખોલવાની મંજુરી આપવાની માગણી કરી રહ્યા હતા. સરકારે આજે કોરોનાને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યુ સાથે કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. ત્યારે સરકાર દ્વારા હવે પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. અને હવે આવતીકાલથી સવારના 9થી બપોરના 3 વાયા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી, ગલ્લા, અને દુકાનદારોને ધંધો કરવા છૂટછાટ આપવામાં આવી છે. 27મે સુધી નવી ગાઈડલાઈન અમલી રહશે. એટલે કે હવે રાજ્યના 36 શહેરોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યાં હવે વેપારીઓ સવારના 9થી બપોરના 3 વાયા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.અનેબપોરે 3 વાયા પછી આવશ્યક સેવાઓ ચાલુ રહશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. અને વેપારીઓને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપિલ કરી હતી. હોલસેલ મોર્કેટ, અને છૂટક માર્કેટને પણ બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. નાસ્તાની લારીઓ. ગલ્લાઓ, વગેરેને પણ છૂટ આપવામાં આવી છે.