- રાજ્ય સરકારોને આધિન શિક્ષકોમાં 5.30 લાખની સંખ્યા ઓછી છે
- સર્વ શિક્ષા અભિયાન હેઠળ 4.91 લાખ શિક્ષકોની સંખ્યા ઓછી
નવી દિલ્હી : સરકારી સ્કૂલ અને સરકારી શિક્ષકોને લઈને જાતભાતના ટૂચકાઓ બનાવવામાં આવે છે. કોઈ કહે છે કે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકો નક્સલી બને છે, તો કોઈ કંઈક બીજું કહે છે. પરંતુ આરટીઆઈથી એક મોટો ખુલાસો થયો છે કે સરકારી સ્કૂલોમાં ટીચરોની બેહદ અછત છે.
આરટીઆઈનો જવાબ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આપ્યો છે. મંત્રાલય પ્રમાણે ભણાવવા માટે શિક્ષકોની અછત છે. દેશભરની સરકારી સ્કૂલોમાં 10 લાખથી વધારે શિક્ષકોના પદ ખાલી છે. શિક્ષકોના મામલામાં ઘણાં રાજ્યોની સ્થિતિ તો બેહદ ખરાબ છે.
ફરીદાબાદ, હરિયાણાના વતની આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓપી ધામાએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી દેશના બેસિક શિક્ષણ વિભાગ પાસેથી સંબંધિત કેટલાક સવાલોની જાણકારી માગી હતી. ઓ. પી. ધામાએ સવાલ કર્યો હતો કે ધોરણ એકથી લઈને આઠમા ધોરણ સુધીની સરકારી સ્કૂલોમાં તેનાત શિક્ષકોની સંખ્યા કેટલી છે. હાલમાં કેટલા શિક્ષક સ્કૂલોમાં બાળકોને ભણાવી રહ્યા છે. તો અલગ-અલગ રાજ્યોમાં શિક્ષકોના ખાલી પદોની સંખ્યા કેટલી છે. તેના જવાબમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ગત સાત વર્ષની જાણકારી આપતા કહ્યું છે કે દેશભરમાં 10 લાખથી વધારે શિક્ષકોની અછત છે.
એમએચઆરડીથી આવેલા આરટીઆઈના જવાબને માનીએ, તો ધોરણ-1થી ધોરણ-8 સુધી બેસિક શિક્ષણ વિભાગમાંથી સંચાલિત થનારી સ્કૂલોમાં રાજ્ય સરકાર અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકોની નિયુક્તિ થાય છે. એસએસએનું બજેટ કેન્દ્ર સરકારની મદદથી મળે છે. પરંતુ રાજ્યોમાં બંને જ પ્રકારના શિક્ષકોની સ્થિતિ ઠીક નથી. રાજ્ય સરકારોને આધિન શિક્ષકોમાં 5.30 લાખની સંખ્યા ઓછી છે, તો એસએસએ હેઠળ 4.91 લાખ શિક્ષકોનો તૂટો પડી રહ્યો છે.
આમ તો દેશના દરેક રાજ્યમાં શિક્ષકોની અછત છે. આ વાત અલગ છે કે શિક્ષકોની આ અછત ક્યાંક વધારે અને ક્યાંક ઓછી છે. જો ટીચરોની સૌથી વધુ અછત કોઈ રાજ્યમાં હોય, તો તેમા યુપી, બિહાર, ઝારખંડ, પ. બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.