જમ્મુ કાશ્મીરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, CRPFના વધારે જવાન તૈનાત કરવામાં આવશે
- જમ્મુ કાશ્મીરમાં સુરક્ષામાં વધારો થશે
- સરકારે લીધો મહત્વનો નિર્ણય
- વધારે જવાનો તૈનાત કરવામાં આવશે
શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટેડ હત્યાઓને કારણે હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર હવે તે ક્ષેત્રમાં વધારે જવાનો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાદળોએ લગભગ 112 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે 135 આતંકી પકડાયા હતા અને 2 આતંકીએ પોતાને સરન્ડર કરી દીધા હતા.
જવાનોને રોકાવાની વ્યવસ્થા પણ તંત્રએ કરી છે. તેમને કહ્યું કે તંત્રના આદેશ પર જ જવાનોની તૈનાતી કરવામાં આવી રહી છે. જે જગ્યાને તંત્ર પસંદ કરે છે, જવાનોને ત્યાં જ રાખવામાં આવે છે. ત્યારે CRPFના જવાનોને સામુદાયિક કેન્દ્રોમાં રાખવા પર વિવાદ ઉભો થયો છે. નેકાં અને પીડીપીએ ઘણા સવાલો ઉભા કરતા તેની આલોચના કરી છે.
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓના હુમલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સોમવારે એક વખત ફરીથી એક સામાન્ય નાગરિકને મોતને ઘાટ ઉતારી દીધો.