Site icon Revoi.in

કોરોનાના વધતા કેસોને લઈને યુપી સતર્ક – સીએમ યોગીએ દરરોજ 1.5 લાખ કોરોનાના ટેસ્ટના આપ્યા આદેશ

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વધતા જતા કોરોનાના કહેરને લઈને સરકાર સતર્ક બની છે, નોઈડામાં વધેલા કોરોનાના કેસ સરકાની ચિંતામાં વધારો કર્યો છે આથી લખનૌ આવતા લોકોની કોરોનાની તપાસ પણ થી રહી છે તો દૈનિક ટેસ્ટિંગમાં પમ વધારો કરવામાં આવ્યો છે જેથી વધુને વધુ કોરોનાના દર્દીઓની ભઆળ મેળવી તેમને ક્વોરોન્ટાઈન હેઠળ રાખી શકાય અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય

ત્યારે હવે આજ શ્રેણીમાં યુપીના સતર્ક બનેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોગ્યતંત્રને આદેશ આપ્યા છે કે NCRમાં કોવિડના નવા કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં અનુક્રમે 126 અને 30 નવા કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ટેસ્ટિંગ વધુ વધારવું જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા 1.5 લાખ ટેસ્ટ થવા જોઈએ.

મુખ્યમંત્રીઆજરોજ મંગળવારે ટીમ-9 સાથેની બેઠકમાં અધિકારીઓને સૂચના આપી હતી,તેમણે કહ્યું કે કોવિડ પોઝિટિવ આવતા લોકો સાથે સતત વાતચીત અને સંપર્ક કરીને તેમની સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. મોટાભાગના લોકોને હોમ આઈસોલેશનની જરૂર છે, તેમને કોવિડ આઈસોલેશન પ્રોટોકોલ વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.

ઉલ્લખેનીય છે કે હાલમાં રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1316 છે. છેલ્લા 24 કલાકમાં 91 હજાર 673 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 203 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ હતી. 162 લોકોએ સારવાર લીધી અને કોરોનામાંથી મુક્ત થયા. NCR અને લખનૌ જેવા જિલ્લાઓમાં, જ્યાં વધુ કેસ મળી રહ્યા છે, ત્યાં ફેસ માસ્કની જરૂરિયાતને અસરકારક બનાવવી જોઈએ. લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે જાગૃત કરવા જોઈએ.બીજી તરફ રસીકરણ મામલે ઉત્તર પ્રદેશ 31.17 મિલિયનથી વધુ  ડોઝના રસીકરણ  સાથે મોખરે જોવા મળે છે.ત્યારે હવે કોરોનાની તપાસ વધારવાની સુચનાઓ પણ અપાઈ છે.