Site icon Revoi.in

સરકારની ચેતવણી: હેકિંગનો શિકાર થઈ શકે છે ક્રોમ યુસર્સ

Social Share

cert- in ને કહ્યું છે કે હેકર્સ “ઇન બગ”ની મદદથી કોઈ પણ સિસ્ટમને હેક કરી શકે છે. અને રિમોટથી કંટ્રોલ પણ કરી શકે છે. ક્રોમના પાસવર્ડને પણ હેક કરી શકે છે અને કોપી પણ કરી શકે છે.

ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (cert-in)ને ગૂગલ ક્રોમ યુસર્સને મોટી ચેતવણી આપતા કહ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉસરમાં ઘણાં બધાં બગ છે જેનો ફાયદો ઉઠાઈને હેકર્સ તમને શિકાર બનાવી શકે છે. cert-in ને આ ખામીઓને ઉચ્ચ સ્તરીય બતાવ્યું છે. cert-in એ કહ્યું છે આ બગ ખૂબ ખતરનાક છે.

બગથી પ્રભાવિત ક્રોમ વર્જન:
વિન્ડોઝ માટે 128.0.6613.113/114 વર્જન અને એની પહેલાના
મેક માટે 128.0.6613.113/.114 વર્જન અને એની પહેલાના
લીનક્સ 128.0.6613.113 વર્જન અને એની પેહલાના

તમારે શું કરવું જોઈએ?
સૌથી પેહલા તો તમારે તમારા ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરો.આમ તો ક્રોમ બ્રાઉઝરની ડિફોલ્ટ સેટિંગ ઓટો અપડેટ હોય છે પરતું તમે ચાહો તો તેને મેન્યુઅલ પણ કરી શકો છો. એ માટે તમે “અબાઉટ ક્રોમ” માં જાઓ અને અપડેટ કરો.