નક્સલવાદને બરબાદ કરવા સરકારનો મોટો પ્લાન, કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી મહત્વની જવાબદારી: સૂત્ર
- નક્સલવાદ થશે બરબાદ
- નક્સલવાદીઓને મળશે સજા
- સરકારે બનાવ્યો મોટો પ્લાન
દિલ્હી :નક્સલવાદ અને નક્સલવાદીઓ કે જે બંન્ને દેશ માટે મોટી સમસ્યા છે, નક્સલવાદી એ લોકો છે કે જેને દેશની સરકાર નથી ગમતી અને દેશના જવાનો પણ નથી ગમતા, અને તે માટે તેઓ હંમેશા સરકાર વિરોધી અને સેના પર હૂમલાના પ્રયાસો કરતા રહે છે, પણ હવે તે લોકો ફટકાર મળી શકે છે.
સૂત્રના હવાલેથી મળતી જાણકારી અનુસાર સરકાર હવે નક્સલવાદને રોકવા માટે મહત્વનો પ્લાન બનાવી રહી છે. કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ફંડિંગ મુદ્દે કડક કાર્યવાહી કર્યા પછી, ઘણી કેન્દ્રીય એજન્સીઓ નક્સલવાદીઓને મળતા ફંડિંગને રોકવા અને જરૂરી તપાસ કરવા માટે હાથ મિલાવશે.
સુત્રો પાસેથી મળતી વધારે જાણકારી મુજબ NIA, ED, CBI, CBDT, CBIC અને અન્ય સુરક્ષા એજન્સીઓ નક્સલ ફંડિંગ પર પ્રતિબંધ સાથે નક્સલવાદીઓને ખતમ કરવા માટે એક સંકલિત વ્યૂહરચના સાથે હાથ મિલાવશે.
ઉલ્લેખનીય છે કે એક અધિકારીએ જણાવ્યું કે નક્સલવાદીઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક એજન્સીઓની પણ મુખ્ય ભૂમિકા છે. કેન્દ્ર સરકાર નકસલ પ્રભાવિત રાજ્યો સાથે મળીને નક્સલવાદીઓ સામે આર પારની લડાઈની રણનીતિ પર કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police )સહિત આ એજન્સીઓના સંકલિત અભિગમને કારણે આતંકવાદી ફંડિંગ પર ઘણો અંકુશ આવ્યો છે. સ્થાનિક જરૂરિયાતોના આધારે નક્સલ વિસ્તારોમાં આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે.