Site icon Revoi.in

ગુજરાતની સ્કૂલોમાં ધો-6થી 8ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જેથી સરકાર દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં છે. તા. 15મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો શરૂ કરવા માટે સરકાર વિચારી રહી છે. આ અંગે એકાદ-બે દિવસમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ધો-9થી 12ના વર્ગો સરકાર શરૂ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા હવે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ ઘટતા ટ્યુશન ક્લાસીસ પણ હવે ધીમે-ધીમે ચાલુ થઈ રહ્યાં છે. દરમિયાન સરકારે તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની 100 ટકા હાજરી માટે સૂચના આપવામા આવી હતી.

શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણમંત્રીને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. છેલ્લા બે સપ્તાહથી કેબિનેટની બેઠક મળી નથી. 15 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે રવિવાર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.