- મેડિકલ માટે કેટલાક દેશોમાં જવા માંતગા વિદ્યાર્થીઓને પડશે ફટકો
- અંગ્રેજી માધ્યમમાં જ મેડિકલ ડિગ્રી માન્ય ગણાશે
દિલ્હીઃ- દેશમાં હવે વિદેશથી મેડિકલની ડિગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે કડક નિયમો લાગૂ કર્યા છે, મળતી માહિતી પ્રમાણે નેશનલ મેડિકલ કમિશન એ વિદેશમાંથી મેડિકલ ડિગ્રી મેળવવા માંગતા લોકો નવા નિયમો હેઠળ વિદેશમાંથી અંગ્રેજી માધ્યમમાં મેડિસિનનો અભ્યાસ કરનારની જ ડિગ્રીને દેશમાં માન્યતા આપવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી રશિયા અને ચીનમાં મેડિકલ એજ્યુકેશન માટે જતા વિદ્યાર્થીઓને મોટો ફટકો પડશે. કારણ કે દર વર્ષે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણ માટે આ દેશોમાં જતાહોય છે. તેમાંથી મોટાભાગના રશિયન અને ચાઈનીઝ ભાષાઓમાં મેડ્કલના અભ્યાસની ડિગ્રી પ્રાપ્ત કરતા હોય છેનવા નિયમો લાગુ થયા બાદ દેશમાં આવી ડિગ્રીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
NMCએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિંગ રૂલ્સ 2021ને નોટિફાઈ કર્યું છે, જેમાં ઘણી નવી જોગવાઈઓ એડ કરાઈ છે. તબીબી શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવાની સાથે અન્ય ઘણા ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે.
સરકારે નવા નિયમોમાં આ જોગવાઈનો કર્યો સમાવેશ
- આ નક્કી કરવામાં આવેલા ઘારા ઘોરણોમાં તબીબી અભ્યાસક્રમની કુલ અવધિ 54 મહિનાથી ઓછી ન હોવી જોઈએ.
- અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તે જ સંસ્થામાં 12 મહિનાની ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત રહેશે.
- આ સાથે જ એનએમસી દ્વારા મેડિકલમાં ભણાવવામાં આવતા વિષયોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે જે ભારતમાં ભણાવવામાં આવતા વિષયોને અનુરૂપ છે.
- એનએમસી એ કહ્યું કે જો જરૂરી હોય તો તે શીખવવામાં આવતા વિષયોની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે.
- નવા નિયમો હેઠળ, વિદ્યાર્થીઓએ પાછા આવ્યા પછી દેશમાં ફરીથી 12 મહિનાની ઇન્ટર્નશિપ કરવી પડશે. આ સાથે, એક્ઝિટ ટેસ્ટ અથવા તેની સમકક્ષ પરીક્ષા પણ પાસ કરવી જરૂરી રહેશે. આ પછી જ તેમને મેડિકલ કરવા માટે દેશમાં કાયમી નોંધણી આપવામાં આવશે.
- આ સાથે જ જે દેશમાં જે વિદ્યાર્થી મેડિકલ કરી રહ્યો છે તે દેશમાં પણ તેઓને ડોક્ટર માટે મંજૂરી મળેલી હોવી જોઈએ, જો કોઈ વિદ્યાર્થી ચીનમાંથી તબીબી ડિગ્રી સાથે ભારતમાં લાયસન્સ માટે અરજી કરે છે, તો તે ચીનમાં પણ તબીબી લાઇસન્સ મેળવવા માટે પાત્ર હોવું જોઈએ.
આમ હવે જો અંગ્રેડજી સિવાયના માધ્યમમાં જે લોકો મેડિકલ કરવા જવા માંગતા હતા તેવા વિદ્યાર્થીઓને મોટો ફટકો પડ્યો છે એમ કહી શકાય .જો કે સરકારનો આ નિર્ણય જનહિત માટે છે,મોટા ભાગમાં આપણા દેશમાં પણ તબીબી સેવાઓ અંગ્રેજી ભાષા સાથેજોડાયેલી છે જેથી આ ડિગ્રી અંગ્રેજીમાં હોવી જરુરી બને છે.