- ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણય
- 27 જૂલાઈ સુધી શાળા કોલેજો રહેશે બંધ
- કાવડયાત્રાને લઈને લેવાયો આ નિર્ણય
લખનૌ- હાલ શ્રાવણ મહિનો શરુ થઈ ચૂક્યો છે ત્યારે ભક્તિનો મહિમા પણ જોવા મળી રહ્યો છે અનેક શિવ મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, પશ્ચિમમાં કાવડ યાત્રાનો પણ મહિમા દેખાવા લાગ્યો છે. કાવડીયાઓ હરિદ્વારથી પાણી લઈને યુપી પશ્ચિમ અને અન્ય પડોશી રાજ્યોમાં પાછા ફરવાનું શરૂ કર્યું છે.ઉત્તરપ્રદેશના માર્ગો પર મોટા પ્રમાણમાં કાવડયાત્રીઓ નજરે પડતા હોય છે.
ત્યારે હવે કાવયાત્રીઓની યાત્રાને ધ્યાનમાં રાખીને મેરઠ પ્રશાસનના આદેશ પર શિક્ષણ વિભાગે મંગળવારથી 27 જુલાઈ સુધી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. મેરઠ જિલ્લા શાળા નિરીક્ષક રાજેશ કુમારે વિતેલા દિવસને સોમવારે જણાવ્યું હતું કે કાવડ યાત્રાને કારણે તમામ બોર્ડ સીબીએસઈ ,આઈસીએસઈ અને માધ્યમિક શિક્ષણ શાળાઓ 27 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.
જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારી યોગેન્દ્ર કુમારના આદેશ પ્રમાણે, મૂળભૂત શિક્ષણની તમામ શાળાઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે. આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
વહીવટીતંત્રના આદેશ પર, જિલ્લા શાળા નિરીક્ષક, BSA વતી અલગ-અલગ આદેશ જારી કરીને, તમામ શાળા-કોલેજોમાં 19 જુલાઈથી 27 જુલાઈ સુધી રજા જાહેર કરવામાં આવી છે. કાવડ યાત્રા દરમિયાન રૂટ ડાયવર્ઝનને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.