Site icon Revoi.in

ધરોઈ ડેમ વિસ્તારનો રૂ. 1100 કરોડના રોકાણ સાથે વિકાસ કરવાનો સરકારનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.  હાલ અહી વિકાસકાર્ય  પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે  તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને  ટુરિસ્ટ  હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે.

જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં જોડશે.સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલી બનશે. આ પ્રકલ્પમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવરએજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મ  આકર્ષણો હશે.

આ ઉપરાંત અહીં  વિઝિટર સેન્ટર, વોટર એક્સપિરિયન્સ પાર્ક જેવી સુવિધાઓ પણ હશે. આ  પ્રોજેક્ટ બે વર્ષમાં તેના અંતિમ તબક્કામાં પહોંચવાની અપેક્ષા છે. પ્રોજેકટનું 80% જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રકલ્પને બહેતર બનાવવા માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પર વિચાર થઈ રહ્યો છે. આ નવા ડેસ્ટીનેશનને લઈને પર્યટકો પણ ઉત્સાહિત છે.