અમદાવાદઃ ગ્રામ્ય કક્ષાએ માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ઘબકતુ બનાવવા રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે જેના પરિણામે અસરકારક કામગીરી ના કારણે ગ્રામ્ય સ્તરે જનસુખાકારીમાં નોધપાત્ર વધારો પણ થયો છે. તેમ સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ અને સુરત જિલ્લાના 8 ગામોના રૂપિયા 52.78 લાખના વિવિધ સોળ વિકાસકામોનુ વિવિધ ઈ-ખાતમુહૂર્ત કરતાં કહ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ્યજીવન ને વધુને વધુ ધબકતુ કરવા માટે તથા અર્થતંત્રને મજબૂત બનાવવાના આશયથી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના ( PMAGY) દેશભરમાં કાર્યાન્વિત કરી છે જે અંતર્ગત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આ યોજના હેઠળ વિવિધ વિકાસકામોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાત રાજ્યનો વર્ષ ૨૦૧૮-૧૯માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના અનુસૂચિત જાતિની વસ્તી ૫૦ % કરતા વધુ હોય તેવા વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૨૫ ગામોને કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, યોજનાનો મૂળ હેતુ પસંદગી પામેલ ગામોને ” આદર્શ ગામ બનાવવા માટેના ખુટતા કામો “ગેપ ફીલીંગને ધ્યાને લઈ જરૂરીયાત આધારીત માળખાકીય સુવિધાઓ પુરી પાડીને ” આદર્શ ગામ બનાવવાનો છે.
તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ આદર્શ ગામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ગામ દીઠ રૂ. ૨૦.૦૦ લાખ ફાળવવામાં આવ્યા છે જેમા ગુજરાતના કુલ ૨૫ ગામ માટે રૂ.૫.૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ હાલ રાજયના ૪ જિલ્લાનાં પ તાલુકાનાં ૮ ગામોના કુલ -૧૬ કામોનો સમાવેશ કરાયો છે. જેમાં આણંદ જિલ્લામાં જિલ્લા અનુસરણ સમિતિ દ્વારા ખંભાત તાલુકાના નવાગામ વાંટા ખાતે કુલ ૮ કામોની મંજુરી મળી હતી. જેમાં સ્માર્ટ મોડેલ આંગણવાડી અને પ્રાથમિક શાળાનો નવીન ઓરડો બનાવવા માટે કુલ રૂ.૯.૦૦ લાખનાં કામોનું ખાતમૂહુર્ત કરાયુ છે.