નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક લગાવી દીધી છે. આ ફેક્ટ ચેક યનિટને ઓનલાઈન કન્ટેન્ટના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષ એપ્રિલમાં જ કેન્દ્ર સરકારે તેનું એલાન કરતા કહ્યુ તુ કે તેનું કામ હશે કે તે સરકાર બાબતે આપવામાં આવેલી જાણકારીના તથ્યોની તપાસ કરે. આઈટી નિયમોમાં પરિવર્તન કરતા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેને લઈને વાંધાઓ પણ વ્યક્ત કરાયા તા અને તેને અભિવ્યક્તિની આઝાદી વિરુદ્ધ ગણાવવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ કહેવામાં આવ્યું હતું કે જો ફેક્ટ ચેક યૂનિટ કોઈ જાણકારીને ખોટી ગણાવે છે, તો પછી તેના પબ્લિશ અને શેયર કરવા પર રોક હશે.
આ પરિવર્તનને લઈને સિવિલ સોસાયટી, વિપક્ષી સમૂહો અને મીડિયા સંસ્થાનોમાંથી વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ અભિવ્યક્તિની આઝાદીની દ્રષ્ટિએ ખતરનાક હશે. જો કે સરકારે આવી ચિંતાઓને ફગાવતા કહ્યું હતું કે ફેક્ટ ચેકિંગનું કામ વિશ્વસનીય રીતે કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડની ખંડપીઠે કહ્યું છે કે આ મામલો અભિવ્યક્તિની આઝાદીનો છે. તેની સાથે જ બોમ્બે હાઈકોર્ટના એ આદેશ પર પણ રોક લગાવી હતી, જેમાં આ ફેક્ટ ચેક યૂનિટને યોગ્ય માનવામાં આવ્યું હતું. તેના પછી સરકારે તેની રચનાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું, તેના પર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.
આ નિયમ પ્રમાણે, એ નક્કી કરવામાં આવ્યું હતું કે આ યૂનિટ જો ફેસબુક, ઈંસ્ટાગ્રામ, યૂટ્યૂબ અને એક્સ જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મો પર કોઈપણ પ્રકારની જાણકારીને જો ખોટી ગણાવે છે, તો તે કંપનીઓ આ જાણકારીને હટાવવા માટે કાયદાકીય રીતે બાધ્ય હશે. નવા નિયમો મુજબ, વ્યાપક અસર માત્ર સોશયલ મીડિયા કંપનીઓ પર જ નહીં, પરંતુ ઈન્ટરનેટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરો પર પણ થશે. તેના સિવાય ડિજિટલ મીડિયાની જાણકારીને લઈને પણ આ ચિંતાનું કારણ ગણાવાય રહ્યું હતું.
ઘણી વિપક્ષી પાર્ટીઓ, પ્રેસ સંગઠનો, ડિજિટલ અધિકાર સંસ્થાઓ અને ડિજિટલ અધિકાર એક્ટિવિસ્ટોએ આ નિયમોને ખતરનાક ગણાવ્યા હતા. 2023માં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સહીત ઘણી સંસ્થાઓ અને સ્ટેન્ડ અપ કોમિક કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં આ યૂનિટ માટે આઈટી નિયમોમાં કરવામાં આવેલા સંશોધનને પડકાર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે પહેલા જ ભારત સરકારના પ્રેસ સૂચના બ્યૂરો હેઠળ પીઆઈબી ફેક્ટ ચેક કામ કરી રહ્યું છે. આ ઘણીવાર એવી જાણકારીઓ, પોસ્ટ અને સમાચારનું ફેક્ટ ચેક કરે છે, જેમાં ખોટી વાત કહેવામાં આવી છે.