દિલ્હી: G20 સમિટ જ્યાં દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતે G20 સમિટ માટે દિલ્હીમાં 4,100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. શનિવારથી શરૂ થનારી બે દિવસીય ઇવેન્ટ સંબંધિત ખર્ચના સરકારી રેકોર્ડ્સ અનુસાર, G20 સમિટ માટે રાજધાની સુશોભિત કરવા માટે રૂ. 4,100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.રેકોર્ડ અનુસાર ખર્ચને લગભગ 12 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર G20 તૈયારીઓના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંથી એક સુરક્ષા,ફૂટપાથ, સ્ટ્રીટ સિગ્નેજ અને લાઇટિંગની જાળવણી ઉપરાંત NDMC અને MCD જેવી નાગરિક સંસ્થાઓથી લઈને સંરક્ષણ મંત્રાલય હેઠળના વિભાગો સુધીની નવ સરકારી એજન્સીઓએ બાગાયત સુધારણાથી લઈને G20 બ્રાન્ડિંગ સુધીના કામો પર આશરે રૂ. 75 લાખથી રૂ. 3,500 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોના રેકોર્ડ મુજબ, સમિટનો ખર્ચ રૂ. 4,000 કરોડથી વધુ છે. ITPO, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય અને મિલિટરી એન્જિનિયર સર્વિસિસ જેવી કેન્દ્રીય એજન્સીઓ ઉપરાંત, કેન્દ્ર સરકાર હેઠળ રાજધાનીમાં કાર્યરત દિલ્હી પોલીસ, NDMC અને DDA જેવી એજન્સીઓએ 98% ખર્ચ કર્યો છે.
NDMC અને Lutyens ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં મોટાભાગની મિલકતનું બાંધકામ અને જાળવણી કરવામાં આવી હોવાથી કેન્દ્ર સરકારના વિભાગોએ મોટાભાગનો ખર્ચ ઉઠાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, અતિથિઓની યાદીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “ITPO દ્વારા કરવામાં આવેલો ખર્ચ માત્ર સમિટ માટે જ નથી, પરંતુ તે ભારત મંડપમ જેવી લાંબા ગાળાની સંપત્તિના નિર્માણ સાથે સંબંધિત છે.”
આશરે ₹3,600 કરોડના ખર્ચે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ITPO એ બિલના 87% થી વધુ ચૂકવેલ છે, ત્યારબાદ દિલ્હી પોલીસે રૂ. 340 કરોડ અને NDMC એ રૂ. 60 કરોડ રૂપિયા આપ્યા.
દિલ્હીના જાહેર બાંધકામ વિભાગે આશરે રૂ. 45 કરોડ, કેન્દ્રીય માર્ગ સપાટી પરિવહન મંત્રાલયે રૂ. 26 કરોડ, દિલ્હી વિકાસ સત્તામંડળે રૂ. 18 કરોડ, દિલ્હીના વન વિભાગે રૂ. 16 કરોડ અને MCD રૂ. 5 કરોડનો ખર્ચ કર્યો હતો.