Site icon Revoi.in

સરકારનો મહત્વનો પ્રોજેક્ટ ‘સ્વયંપ્રભા’- ગામડાઓ સુધી પહોંચશે શિક્ષણ- ટીવીની 32 ચેનલો પર ઓનલાઈન ક્લાસનું થશે પ્રસારણ

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે શાળાઓ અને કોલેજોમાં શિક્ષણકાર્ય ઓનલાઈન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ જરુરી નથી કે દરેક લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય અને હોય તો પણ મહિનાનું 300 થી વધુ રુપિયાનું ડેટા રિચાર્જ કરાવું દરેકને ન જ પોસાય ત્યારે આવી ઘટનાઓમાં કેન્દ્ર સરકારે એક મહત્વોનો પ્રોજેકટ હાથ ઘર્યો છે.આ સાથે જ ગામડાઓમાં નેટવર્કની સમસ્યાઓના કારણે દરેક વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં જોડાઈ પણ નહોતા શકાતા।

દેશની સરકાર દ્વારા ‘સ્વયંપ્રભા’ પ્રોગ્રામ અતંર્ગત 32 DTH ચેનલનો સમાવેશ  કરવામાં આવ્યો છે, જેથી હવે આ તમામ ચેનલો થકી દેશના અંતરીયાળ ગામડાઓ સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ પહોંચાડી શકાશે, સેન્ટ્રલ યુનિવર્સિટીના અધ્યાપકોના સ્ટાફએ મળીને આ પ્રાકરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની એક યાદી અને સંપૂર્ણ માહિતી તૈયાર કરી છે. આ માહિતી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રોગ્રામ ‘સ્વયંપ્રભા’ની મદદથી પ્રસારિત કરવામાં આવશે. ‘સ્વયંપ્રભા’ પ્રોજેક્ટ હેછળ હવે ગામડજાઓમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ઘરે બેસીને અભ્યાસ કરી શકશે

સરકારની વેબસાઈટ https://www.swayamprabha.gov.in/ પર આ સ્વયંપ્રભા પ્રોજેક્ટને લગતી દરેક બાબત ઉપલબ્ધ કરવામાં આવી છે

સ્વયંપ્રભા પ્રોગ્રામના ફાયદાઓ