Site icon Revoi.in

કોરોનાના ત્રીજા વેવ સામે સરકારનું ઓગોતરૂ આયોજનઃ 348 આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

Social Share

અમદાવાદઃ કોરોનાના બીજા વેવમાં સરકાર ઊંઘતી ઝડપાઈ હતી. એટલે હવે કદાચ કોરોનાનો ત્રીજો વેવે આવે તે પહેલા જ સરકારે આગોતરૂં આયોજન શરૂ કર્યુ છે. આ સંદર્ભે સરકારે નિષ્ણાત તબીબો સાથે પણ પરામર્શ કર્યો છે. અને ઊભી થનારી જરૂરિયાતો અગે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 સામૂહિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી)માં કોરોના દર્દીઓને દાખલ કરીને ઓક્સિજન સપ્લાય સાથે સારવાર કરી શકાય તેવી સુવિધા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઇ હતી.

રાજ્યમાં કોરોનાના બીજા વેવમાં સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ખેંચ પડતા સરકારની હાલત કફોડી બની ગઈ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓનું વેઈટિંગ ચાલતું હતું. કોરોનાની રેમડેસિવિર ઈન્જેક્સનો મેળવવા માટે દર્દીઓના સગાઓ દોડાદોડ કરતા જોવા મળ્યા હતા. ઓક્સિજનની પણ ભારે ખેંચ ઊભી થઈ હતી. જોકે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી સરકારે રાહત અનુભવી છે. પણ કોરોનાનો કદાચ ત્રીજો વેવે આવે તો તેને પહોંચી વળવા માટે સરકારે આગોતરૂ આયોજન કર્યું છે.

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ કહ્યું હતું કે કોરોનાના બીજા તબક્કામાં 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી છે, જેમાં 57 હજાર આઇસીયુ બેડનો સમાવેશ થાય છે. એક મહિનામાં 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત 155 મેટ્રીક ટન હતી જે બીજી લહેરમાં એકદમ વધીને 1150 મેટ્રિક ટન જેટલી થઇ ગઇ હતી. પ્લાન્ટ અને 30થી 50 બેડની વ્યવસ્થા કરાશે.