સરકારે ખેડૂતોને આપી રાહતઃ રાજ્યના 9 જીલ્લાઓ માટે 531 કરોડ રુપિયાના પેકેજની જાહેરાત
- રાજ્ય સહકારે ખેડૂતો માટે સહાય પેકેજની ઘોષણા કરી
- રાજ્યના 9 જીલ્લાઓના ખેડૂતોને સરકાર કરશે મદદ
અમદાવાઃ- ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોે ઘણુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ખેડૂતોને થયેલા નુકશાનને લઈને સરાકરે ખેડૂતોની વ્હારે આવી છે,પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
આ વર્ષ દરનિયાન જેટલા પણ રાજ્યોમાં વરસાદને લઈને પાકને નુકશાન થયું છે અને અતિવૃષ્ટિ થી છે તેના માટે કરોડોના પેકેજની જાહેરાક કરવામાં આવી છે. આ રાજ્યના ખેડૂતોને સરકાર વતી રાહત આપવામાં આવશે.
આ સમગ્ર બાબતે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજમાં ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓને આવરી લેવાયા છે જ્યા ઘણુ નુકશાન થયું છે .આ રાજ્યોના ખેડૂતોને સરકાર મદદ આપશે.આ રાહત પેકેજમાં 9 જિલ્લાના 36 તાલુકાના 1530 ગામના 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનું વળતર અપાશે.
ખેડૂતોના રાહત પેકેજ અંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો માટે ગુજરાત સરકાર 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ફાળવી રહી છે ,આ પેકેજમાં હેક્ટર દીઠ રુપિયા 6 હજાર 800 આપવામાં આવશે.રાજ્યના કુલ 9 જીલ્લાઓના ખેડૂતોને આ સહાય પેકેજવનો લાભ મળવાપાત્ર બને છે,જો આ 9 જીલ્લાઓની વાત કરવામાં આવે તોછોટા ઉદયપુર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, ભરૂચ, અમદાવાદમ અને બોટાદને સમાવી લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ દરમિયાન વાવાઝોડા અને કમોસમી માવઠાને કારણે આ રાજ્યમાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.
આ પેકેજની વ્યવ્સ્થા એસડીઆરએફ ના નિયમ મુજબ કરવામાં આવશે, ખેડૂતો એ ભરપાઈ માટે ઓનલાઈન એપ્લીકેશન આપવાની રહેશે, જે માટે આજથી એટલે કે 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવી પડશે,જેનો ખર્ચ પણ ગુજરાત સરકારના શીરે રહેશે.