Site icon Revoi.in

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ બનશે,નિમંત્રણનો રાજભવન ખાતે કર્યો સ્વીકાર

Social Share

અમદાવાદ:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ હશે, જેની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીએ કરી હતી.

માનદ વિશ્વ વિદ્યાલય ગુજરાત વિદ્યાપીઠના નીતિ-નિર્માણ એકમે ઇલા ભટ્ટના રાજીનામાને પગલે 4 ઓક્ટોબરે આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત 12મા કુલપતિ તરીકે કરી હતી.ઈલા ભટ્ટ (89)એ પોતાની ઉંમરને કારણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલાં નિમંત્રણનો રાજભવન ખાતે સ્વીકાર કર્યો છે અને આ પદ માટે સ્વીકૃતિ આપી હતી.

ગુજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે પરંતુ કુલપતિ એ રાજ્યપાલ નથી હોતા.પરંતુ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા સામાજીક ક્ષેત્રના અગ્રણી અને ગાંધીવાદી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે.વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કુલપતિ તરીકે ગાંધીવાદી જ આવ્યા છે.

પૂર્વ કુલપતિ એવા ડૉ. ઈલાબહેન ભટ્ટ કે ગાંધીવાદી છે. તેઓએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું.  જે બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદનું નિમંત્રણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને અપાયું હતું જેનો સ્વીકાર કરતાં હવે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો પણ કારોભાર સંભાળશે. જેથી કહી શકાય કે ગાંધીજી સ્થાપિત સંસ્થા વિદ્યાપીઠનો ઈતિહાસ 100 વર્ષ બાદ બદલાયો છે.