Site icon Revoi.in

કર્ણાટકમાં ગૌહત્યા સામેના વટહુકમને રાજ્યપાલની મંજૂરી

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ગૌ હત્યાને રોકવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વટહુકમ ઉપર રાજ્યપાલ વજુભાઈ વાળાએ હસ્તાક્ષર કર્યાં છે. જેથી હવે રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગેરકાયદે પરિવહન કરનારાઓને પકડીને આસરી સજા કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં ગાયની કતલને રોકવા પશુ સુરક્ષા બિલ 2020ના નામે પસાર કરાયેલા વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, તસ્કરી, ગેરકાયદેસર પરિવહન અને અત્યાચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. ડિસેમ્બરમાં વિધાનસભામાં ગાય હત્યા વિરોધી વિધેયક પસાર કરાયું હતું. આ સમય દરમિયાન વિપક્ષી નેતા સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં બિલ અંગે ચર્ચા કરવામાં આવી નથી. તેમણે ચર્ચા કરી હતી કે નવા બીલ લાગુ કરવામાં આવશે નહીં. આ દરમિયાન ગૃહમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.આ વટહુકમ મંજૂરી માટે રાજ્યપાલને મોકલી આપવામાં આવ્યો હતો. જેથી ઉપર રાજ્યપાલ વજુભાઈ વાળાએ હસ્તાક્ષર કરીને મંજૂરીની મહોર મારીને છે.