અમદાવાદઃ નવરાત્રિ પર્વમાં અંબાજી ખાતે ત્રીજો દિવસે મા અંબાના ચંદ્ર ઘંટા સ્વરૂપનું પૂજન થાય છે. મા ચંદ્ર ઘંટાને દશ ભૂજાઓ અને મસ્તક પર અર્ધચંદ્ર છે તેમનું વાહન સિંહ છે. તેમની આરાધનાથી વિપતિઓનો નાશ થાય છે.
રાજ્યભરમાં નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. મહેસાણાના બહુચરાજી શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે.
કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અંબાજી શક્તિપીઠ ખાતે ધજા ચાઢાવીને પૂજા -અર્ચના કરી હતી. અમદાવાદ વિમાનમથકના ટર્મિનલ -1 ખાતે એરપોર્ટના કર્મચારીઓ તેમજ મુસાફરો ગરબાના તાલે ઝુમ્યા હતા.
વલસાડ શહેરમાં સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા શેરી ગરબાનું આયોજન કરાયું હતુ. વલસાડ જિલ્લામાં 7 મોટા સાર્વજનિક મહોત્સવનું આયોજન કરાયું છે. તમામ જાહેર સ્થળોએ મહિલા હેલ્પલાઇન, એમ્બ્યૂલન્સ અને પોલીસ જવાનો તૈનાત કરાયા છે.