Site icon Revoi.in

કોલકાતા પોલીસ કમિશનરને હટાવવા રાજ્યપાલનું સીએમ મમતાને સૂચન

Social Share

• રાજ્યપાલે મમતા સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી
• કટોકટી કેબિનેટ બેઠલાવવા મમતા બેનર્જીને નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરકાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં રાજ્ય સચિવાલયમાં વહીવટી સમીક્ષા બેઠક યોજશે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન, બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે સીએમ મમતાને કટોકટી કેબિનેટ બેઠક બોલાવવા અને આરજી કર મેડિકલ કોલેજના મુદ્દા પર ચર્ચા કરવાનો આદેશ આપ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી બોઝે કહ્યું કે જો જરૂરી હોય તો પોલીસ કમિશનરને હટાવી દેવા જોઈએ કારણ કે તેમની વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી રહી છે. બે દિવસ પહેલા રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંત બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને મળ્યા હતા.

રાજ્યપાલે કહ્યું કે રાજ્ય સરકારે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને બદલવાની લોકોની માંગ પર નિર્ણય લેવો જોઈએ. ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલ સીવી બોઝે કહ્યું કે બંગાળ સરકાર જવાબદારીમાંથી છટકી શકે નહીં અને રાજ્યમાં બની રહેલી ચિંતાજનક ઘટનાઓ પર મૌન રહી શકે નહીં. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે બંધારણ અને કાયદાના શાસન હેઠળ કામ કરવું જોઈએ.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી વી આનંદ બોઝએ રાજ્ય શુક્રવારે રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલ રેપ વિરોધી બિલને રાસ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વિચારણા માટે મોકલ્યું હતું. બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે બિલને લઈને મમતા સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે રાજ્ય સરકારે બિલ સંબંધિત ટેકનિકલ રિપોર્ટ રાજ્યપાલને મોકલ્યો ન હતો.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેપ અને હત્યાના મામલાને લઈને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં લોકો દરરોજ વિરોધ કરી રહ્યા છે. આ ઘટના પછી, મમતા બેનર્જીની સરકાર અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ) બિલ 2024 લાવી, જેના પર રાજકારણ ચરમસીમા પર છે.