Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓને સરાકરે આપી દિવાળી ગીફ્ટ, એક મહિનાનું બોનસ આપવાની કરી જાહેરાત

Social Share

દિલ્હીઃ-  ગવે દિવાળઈના દિવનસો નજીક આવી રહ્યા છએ ત્યારે કેન્દ્રની મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે વિતેલા દિવસના રોજ દિવાળી બોનસની જાહેરાત કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંતર્ગત ગ્રુપ સી અને ગ્રુપ બી કેટેગરીના કર્મચારીઓને 30 દિવસના પગારની બરાબર રકમ મળશે. નાણા મંત્રાલયે દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારના કર્મચારીઓને બિન-ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના ગ્રુપ B અને ગ્રુપ C હેઠળ આવતા તે નોન-ગેઝેટેડ કર્મચારીઓ કે જેઓ કોઈપણ ઉત્પાદકતા લિંક્ડ બોનસ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી તેમને પણ આ બોનસ આપવામાં આવશે. એડહોક બોનસનો લાભ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના તમામ પાત્ર કર્મચારીઓને પણ મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણએ  કેન્દ્રીય કેબિનેટ આની સાથે બીજી મોટી જાહેરાત કરી શકે છે. કેબિનેટ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકા થી 46 ટકા વધારો થવાની સંભાવના છે. જે માટે આજરોજ મહત્વપૂર્મ નિર્ણય લઈ શકવાની શક્યતાઓ છે.

જો દિવાળઈ બોનસની વાત કરીએ તો ગણતરીની ટોચમર્યાદાને આધીન કર્મચારીઓના સરેરાશ પગારના આધારે બોનસ ઉમેરવામાં આવે છે, જે ઓછું હોય તે. 30 દિવસનું માસિક બોનસ લગભગ એક મહિનાના પગારની બરાબર હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીને 18000 રૂપિયા મળી રહ્યા છે, તો તેનું 30 દિવસનું માસિક બોનસ લગભગ 17,763 રૂપિયા હશે.  કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે જેઓ 31 માર્ચ, 2023 સુધી સેવામાં છે.