Site icon Revoi.in

કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારનું આગોતરૂ આયોજનઃ ઓક્સિજનના 500 નવા પ્લાન્ટ સ્થપાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે માત્ર ખૂબજ ઓછી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે. ધો. 6થી 12ની શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ બની ગયું છે. દરમિયાન કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા જ સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને ધ્યાને રાખીને રાજયોને સાવધ રહેવાની સુચના છે જ અને તેના આધારે ગુજરાત સરકારે શ્રેણીબદ્ધ આગોતરા પગલા લીધા છે. બીજી લહેર વખતે ઓકસીજનની અછતનું પુનરાવર્તન ન થાય તે માટે ઉત્પાદન ક્ષમતાં વધારવા 500 ઓક્સિજન પ્લાંન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે.

રાજયમાં ઓક્સિજન પ્લાન્ટ ટુંક સમયમાં જ કાર્યરત થઈ જશે. રાજય સરકારે અગાઉ 350 ઓક્સિજન પ્લાંન્ટ ઉભા કરવાનું નકકી કર્યું હતું તે સંખ્યા વધારીને હવે 500 કરવામાં આવી છે. આ સાથે રાજયમાં ઉત્પાદન ક્ષમતા 1800 મેટ્રીકટન થઈ જશે. કોરોનાની બીજી વેવ વખતે ઓકસીજનની લગાતાર ખેંચ હતી અને સપ્લાય નોર્મલ રાખવાનો મોટો પડકાર સર્જાયો હતો. કોર્પોરેટ કંપનીઓને મેદાને ઉતારવી પડી હતી. ડીમાંડ અનેકગણી વધી ગઈ હતી. સામાન્ય દિવસોમાં ઓકસીજનની ડીમાંડ માત્ર 50 મેટ્રીક ટન રહેતી હોય છે બીજી વેવ વખતે તે 1173 મેટ્રીક ટન પર પહોંચી હતી. કોરોનાના સંભવિત ત્રીજા વેવ દરમિયાન ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે સરકાર દ્વારા આદોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.