1. Home
  2. ગુજરાતી
  3. પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા
પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા

પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા

0
Social Share

નવી દિલ્હીઃ NEET પેપર લીક અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીકના બનાવો રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની સૂચના આપી છે. આ પેપર લીક વિરોધી કાયદાનો હેતુ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નકલ અટકાવવાનો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરેલા કાયદાને શનિવાર (22 જૂન)થી લાગુ કરી દીધો છે. આ કાયદા હેઠળ ગુનેગારોને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. પબ્લિક એક્ઝામિનેશન એક્ટ એવા સમયે લાગુ કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પૂછવામાં આવ્યું કે, તે ક્યારે લાગુ થશે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે મંત્રાલય નિયમો બનાવી રહ્યું છે.

જાહેર પરીક્ષા અધિનિયમ 2024માં 15 ગતિવિધીઓની ઓળખ કરવામાં આવી છે. આમાંના કોઈપણમાં સામેલ થવાથી જેલથી લઈને પ્રતિબંધિત સુધીની સજા થઈ શકે છે. આ 15 પ્રવૃત્તિઓ વિશેની માહિતી આ પ્રમાણે છે.

  • પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક થવી.
  • જો તમે આન્સર કી અથવા પેપર લીકમાં અન્ય લોકો સાથે સંકળાયેલા હોવ તો.
  • કોઈપણ સત્તા વગર પ્રશ્નપત્ર અથવા OMR શીટ જોવી અથવા રાખવી.
  • પરીક્ષા દરમિયાન કોઈપણ અનધિકૃત વ્યક્તિ દ્વારા એક અથવા વધુ પ્રશ્નોના જવાબો આપવા પર.
  • ઉમેદવારને કોઈપણ પરીક્ષામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબો લખવામાં મદદ કરવા માટે.
  • જવાબ પત્રક અથવા OMR શીટમાં કોઈપણ વિસંગતતાના કિસ્સામાં.
  • કોઈપણ સત્તા વિના અથવા વાસ્તવિક ભૂલ વિના આકારણીમાં કોઈપણ હેરફેર.
  • કોઈપણ પરીક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અને નિયમોનું જાણીજોઈને અવગણના અથવા ઉલ્લંઘનના કિસ્સામાં.
  • ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવા અથવા તેની યોગ્યતા અથવા રેન્ક નક્કી કરવા માટે જરૂરી ગણાતા કોઈપણ દસ્તાવેજ સાથે છેડછાડ કરવી.
  • પરીક્ષાના સંચાલનમાં ગેરરીતિ આચરવાના ઈરાદાથી સુરક્ષા ધોરણોના ઈરાદાપૂર્વક ઉલ્લંઘન પર.
  • કોમ્પ્યુટર નેટવર્ક, કોમ્પ્યુટર રિસોર્સ અથવા કોઈપણ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા પણ આમાં સામેલ છે.
  • જો ઉમેદવાર પરીક્ષામાં છેતરપિંડી કરવાના ઈરાદાથી બેઠક વ્યવસ્થા, પરીક્ષાની તારીખ અથવા શિફ્ટ ફાળવણીમાં કોઈ અનિયમિતતા કરે છે.
  • પબ્લિક એક્ઝામિનેશન ઓથોરિટી, સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈપણ સરકારી એજન્સી સાથે સંકળાયેલા લોકોને ધમકી આપવી અથવા કોઈપણ પરીક્ષામાં વિક્ષેપ ઉભો કરવો.
  • પૈસા પડાવવા અથવા છેતરપિંડી કરવા માટે નકલી વેબસાઇટ્સ બનાવવા પર.
  • નકલી પરીક્ષા લેવા, નકલી એડમિટ કાર્ડ કે ઑફર લેટર આપવા પર પણ સજા થઈ શકે છે.

આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાઓમાં અયોગ્ય પદ્ધતિઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો છે. કાયદામાં આરોપીને 3 થી 10 વર્ષની સજા અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code