Site icon Revoi.in

પેપર લીકની ઘટના અટકાવવા માટે સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ અમલમાં મુક્યો, 10 વર્ષ સુધી થઈ શકે છે સજા

Social Share

નવી દિલ્હીઃ NEET પેપર લીક અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીકના બનાવો રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ની સૂચના આપી છે. આ પેપર લીક વિરોધી કાયદાનો હેતુ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નકલ અટકાવવાનો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરેલા કાયદાને શનિવાર (22 જૂન)થી લાગુ કરી દીધો છે. આ કાયદા હેઠળ ગુનેગારોને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. પબ્લિક એક્ઝામિનેશન એક્ટ એવા સમયે લાગુ કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પૂછવામાં આવ્યું કે, તે ક્યારે લાગુ થશે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે મંત્રાલય નિયમો બનાવી રહ્યું છે.

જાહેર પરીક્ષા અધિનિયમ 2024માં 15 ગતિવિધીઓની ઓળખ કરવામાં આવી છે. આમાંના કોઈપણમાં સામેલ થવાથી જેલથી લઈને પ્રતિબંધિત સુધીની સજા થઈ શકે છે. આ 15 પ્રવૃત્તિઓ વિશેની માહિતી આ પ્રમાણે છે.

આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાઓમાં અયોગ્ય પદ્ધતિઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો છે. કાયદામાં આરોપીને 3 થી 10 વર્ષની સજા અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ પણ છે.