ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર સરકારે 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ
- ફઅલિપકાર્ટ પર 1 લાખ રુપિયાનો દંડ
- ખરાબ પ્રેશર કુકર વેચવાનો આરોપ
દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર સરાકરે રુપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે, કંપની પર ખરાબ ક્વોલિટીના પ્રેશન કુકર વેચાવાનો આરોપ છે,જેને લઈને સરકારે આ કાર્યવાહી કરી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ આ પગલુ ભર્યું છે.
ફ્લિપકાર્ટ પર આરોપ છે કે તેના પ્લેટફોર્મ દ્વારા ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતા ન હોય તેવા ઘરેલુ પ્રેશર કૂકરના વેચાણને મંજૂરી આપી હતી. આ કારણો સર કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે. CCPA ચીફ કમિશનર નિધિ ખરે એ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર સબસ્ટાન્ડર્ડ પ્રેશર કૂકરના વેચાણની મંજૂરી આપી હતી. આ ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન છે. તે દંડને પાત્ર બને છે.
આ સાથે જ ફ્લિપકાર્ટને તેના પ્લેટફોર્મ પર વેચાતા તમામ 598 પ્રેશર કુકરના ખરીદદારોને જઆ બાબત અંગેની જાણ પણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ખામીયુક્ત પ્રેશર કુકર પરત લાવવા અને ગ્રાહકોને નાણાં પરત કરવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ કંપનીને 45 દિવસમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઇ-કોમર્સ અગ્રણી એમેઝોનને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતા પ્રેશર કૂકર વેચવા બદલ દંડ પણ ફટકાર્યો હતો. ત્યારે હવે ફ્લિપકાર્ટ પણ દંડને પાત્ર બન્યું છે.