Site icon Revoi.in

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર સરકારે 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ

Social Share

દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર સરાકરે રુપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે, કંપની પર ખરાબ ક્વોલિટીના પ્રેશન કુકર વેચાવાનો આરોપ છે,જેને લઈને સરકારે આ કાર્યવાહી કરી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી  એ આ પગલુ ભર્યું છે.

ફ્લિપકાર્ટ પર આરોપ છે કે તેના પ્લેટફોર્મ દ્વારા ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતા ન હોય તેવા ઘરેલુ પ્રેશર કૂકરના વેચાણને મંજૂરી આપી હતી. આ કારણો સર કંપનીને  દંડ ફટકારવામાં આવ્યો છે. CCPA ચીફ કમિશનર નિધિ ખરે એ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર સબસ્ટાન્ડર્ડ પ્રેશર કૂકરના વેચાણની મંજૂરી આપી હતી. આ ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન છે. તે દંડને પાત્ર બને છે.

આ સાથે જ  ફ્લિપકાર્ટને તેના પ્લેટફોર્મ પર વેચાતા તમામ 598 પ્રેશર કુકરના ખરીદદારોને જઆ બાબત અંગેની જાણ પણ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ખામીયુક્ત પ્રેશર કુકર પરત લાવવા અને ગ્રાહકોને નાણાં પરત કરવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ કંપનીને 45 દિવસમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઇ-કોમર્સ અગ્રણી એમેઝોનને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતા પ્રેશર કૂકર વેચવા બદલ દંડ પણ ફટકાર્યો હતો. ત્યારે  હવે ફ્લિપકાર્ટ પણ દંડને પાત્ર બન્યું છે.