Site icon Revoi.in

સરકારે લોન્ચ કરી ‘જલદૂત’ એપ, કૂવાના પાણીના સ્તરને માપવામાં સક્ષમ બનશે

Social Share

દિલ્હી:કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મંગળવારે મોબાઈલ એપ ‘જલદૂત’ લોન્ચ કરી, જે ગ્રામ્ય રોજગાર સહાયકોને ચોમાસા પહેલા અને પછી વર્ષમાં બે વાર પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને માપવામાં સક્ષમ બનાવશે.

આ એપ ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે અને સાધ્વી નિરંજન જ્યોતિ અને પંચાયત રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવી હતી.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક ગામમાં બે અથવા ત્રણ પસંદ કરેલા કૂવાના પાણીના સ્તરને માપવા માટે સમગ્ર દેશમાં એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.