મહિલાઓ માટે સરકારે U-WIN કર્યું લોંચ – જેનાથી માતા અને બાળકોને રસી આપવું બનશે સરળ
- મહિલાઓ માટે સરકારે U-WIN કર્યું લોંચ
- જેનાથી માતા અને બાળકોને રસી આપવું બનશે સરળ
દિલ્હીઃ- દેશની સરકાર સતત મહિલાઓ માટે એવા પ્રયત્ન કરી રહી છે જેથી તેઓને દરેક કાર્યમાં સરળતા રહે ત્યારે હવે સરકારે સગર્ભા સ્ત્રીઓની નોંધણી અને રસીકરણના હેતુ માટે U-WIN નામનો નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે.
ભારતના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને ડિજિટાઇઝ કરવા માટેનો આ કાર્યક્રમ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓમાં પાયલોટ મોડમાં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ સગર્ભા સ્ત્રીઓની નોંધણી અને રસીકરણ કરવા, ડિલિવરી રેકોર્ડ કરવા, નવજાત શિશુઓની નોંધણી, પોસ્ટ-નેટલ રસીકરણ અને અન્ય રોગપ્રતિરક્ષા કાર્યક્રમોનું સંચાલન કરવા માટે કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય ખાતા હેઠળ રસીકરણ કાર્ડ બનાવવામાં આવશે અને તમામ રાજ્યો અને જિલ્લાઓના લાભાર્થીઓને ટ્રેક કરવા તથા રસીકરણ માટે એક સામાન્ય ડેટાબેઝ સુધી પહોંચી શકાય છે.
આ મંચ દ્વારા લોકો નિયમિત રસીકરણ સત્રની તપાસ કરવા સાથે એપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકે છે. તેમણે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના 65 જિલ્લાઓમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે યુ વીન શરૂ કરાયું છે અને કર્મચારીઓ તથા સ્વાસ્થ્ય કર્મીઓને આ માટે તાલિમ આપવામાં પણ આવી છે.