Site icon Revoi.in

ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએઃ હાઈકોર્ટ

Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ રાજ્ય સરકારે તમામ મ્યુનિ.કોર્પોરેશનને સુચના આપતા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ આદરવામાં આવી હતી. પરંતુ કાયમી રખડતા ઢોરના ત્રાસની સમસ્યાનો અંત ન આવતા હાઇકોર્ટે ફરી વાર ગંભીર નારાજગી વ્યકત કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો મામલો નિયંત્રણ બહારનો થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ.

રખડતાં ઢોરોના ત્રાસ અંગે કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ ત્યારે એડવોકેટ જનરલે મુદતની માગણી કરતા હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસના નિકાલ માટે સરકારે મોટા શહેરો સહિત સમગ્ર રાજ્યમાં નક્કર પગલાં ભરવાની જરૂર છે. સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે ગંભીરતાથી કામ કરવું જોઇએ. હાઇકોર્ટે મૌખિક નિર્દેશ કર્યો હતો કે રખડતાં ઢોરોના નિરાકરણ માટે સરકાર ચોક્કસ એકશન પ્લાન સાથે આવે. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, રાજકોટમાં એક સુરક્ષા જવાન પર ઢોરે હુમલો કર્યા અંગેના સમાચાર  ટીવી પર જોવા મળ્યા હતાં. આ બનાવ ટાંકીને ગર્ભિત સંકેત આપ્યો હતો કે, રખડતા ઢોરોના મુદે હવે સરકારે કંઇક કરવું જોઇએ. આ અરજીની વધુ સુનાવણી 9 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તત્રં આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે.આ માટે એકશન પ્લાન બનાવવા આદેશ કર્યેા છે. આ મામલે વધુ સુનાવણી આગામી નવમી જાન્યુઆરી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં રખડતાં ઢોરોના ત્રાસ અંગે કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. આ તકે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો મામલો નિયંત્રણ બહારનો થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ. સરકારે મોટા શહેરો સહિત રાજ્યભરમાં નક્કર પગલાં ભરવા જોઈએ, આ સમસ્યા ઉકેલવા માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ. (file photo)