Site icon Revoi.in

સરાકર ડિજીટલ મીડિયા પર લાવશે નિયંત્રણ, ન્યૂઝ પોર્ટલો એ ફરજિયાત કરાવી પડશે નોંધણી – કેન્દ્ર લાવશે નવો કાયદો

Social Share

દિલ્હીઃ- ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા  માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે હવે સરકાર આ બાબતે એક કાયદો પણ બનાવાની તૈયારીમાં છે  જે કાયદા અતર્ગત ન્યૂઝ પોર્ટલ માટે કેન્દ્ર સરકાર એક બિલને આવી રહી છે. આ બિલને કાયદાકીય માન્યતા મળશે તો  પછી ન્યૂઝ પોર્ટલે પણ સમાચાર પ્તરની જેમ નોંધણી કરવી ફરજિયાત બનશે .અત્યાર  સુધી આ નિયમો માત્રને માત્ર સમાચાર પત્રો પણ લાગુ પડે છે.

આ સાથે જ કેન્દ્ર સરકાર 155 વર્ષ જૂના પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટને નાબૂદ કરવા જઈ રહી છે. તેના સ્થાન પર ‘પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરીઓડીકલ બિલ’ લાવવામાં આવી શકે છે.

આ બિલ પોર્ટલો માટે નવી અને સરળ નોંધણી સિસ્ટમ હશે, આ કાયદા હેઠળ ડિજિટલ મીડિયાને પણ આવરી લેવાની તૈયારી જોવા મળી રહી છે. શક્યતાઓ છે કે કેન્દ્ર સરકાર ચોમાસુ સત્ર દરમિયાન જ આ બિલ રજૂ કરી શકે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ બિલ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ એક્ટ, 1867નું સ્થાન લેશે. આ અંતર્ગત મધ્યમ અને નાના પ્રકાશકો માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે અને પ્રેસની સ્વતંત્રતાના મૂલ્યો પણ જાળવી રખાશે.