- મણીપુરમાં હિંસા વકરી
- આદિવાસી આંદોલન દરમિયાન હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું
- સરકારે હિંસા કરનારને ગોળી મારવાનો આદેશ આપ્યો
દિલ્હીઃ મણીપુરમાં હિંસા વકરી છે આદિવાસી આંદોલન દરમિયાન શરુ થયેલી હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે.: મણિપુરમાં આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચેની હિંસા વચ્ચે ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં આવ્યું છે.
ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના પડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સની 55 ‘કૉલમ્સ’ તૈનાત કરવામાં આવી છે. હિંસાને કારણે 9000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનો એહવાલ પણ છે.ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને પડોશી રાજ્યોમાંથી અર્ધલશ્કરી દળો મોકલવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્ય અને કેન્દ્રના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
હિંસા રોકવા માટે રાજ્ય સરકારે ગુરુવારે સાંજે કડક પગલાં લીધાં છે. રાજ્યપાલે રાજ્યના તમામ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવા સૂચનાઓ જારી કરી છે. રાજ્ય સરકારે આ પ્રસ્તાવ રાજ્યપાલને સુપરત કર્યો હતો. જેને લેફ્ટનન્ટ ગવર્નરે ગુરુવારે સાંજે મંજૂરી આપી દીધી છે. આ સહીત મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
આ ઘટનાઓ બાદ આ વિસ્તારોમાં ભીડને એક જગ્યાએ એકઠા થવાની મનાઈ છે. આ સિવાય આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં, મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન બુધવારે હિંસા શરૂ થઈ હતી.અત્યાર સુધીમાં આઠ જિલ્લા હિંસાની ઝપેટમાં આવી ચુક્યા છે.
મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આસામ રાઈફલ્સની 34 કંપનીઓ અને સેનાની 9 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દિલ્હીથી ગૃહ મંત્રાલયે પણ રેપિડ એક્શન ફોર્સની પાંચ કંપનીઓને મણિપુર મોકલી છે. અત્યાર સુધીમાં લગભગ 7500 લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. મણિપુરમાં, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ, બિષ્ણુપુર, ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.