1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, તેમજ ઓડેધડ વૃક્ષ છેદનને લીધે પર્યાવરણ પણ અસમતોલ બની રહ્યું છે.

આજે 5મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિન  તરીકે મનાવવામાં આવે છે.. આ વખતની થીમ ઇકો સિસ્ટમની પુનસ્થાપના રાખવામાં આવી છે પરંતુ ગુજરાતમાં પ્લાસ્ટીક સહિનના પ્રદૂષકોની માત્રા પાણી અને જમીનનો બગાડ કરે છે, છતાં એવા ગુનેગારો સામે પગલાં લેવામાં આવતા નથી. ગુજરાત ઔધોગિક રાજ્ય હોવાથી પાણી અને વાયુનું પ્રદૂષણ વધારે જોવા મળે છે. રાજ્યની 80 ટકા નદીઓમાં પ્રદૂષણ છે.

પ્રદૂષણ બોર્ડનો એવો નિયમ છે કે ફરિયાદના આધારે જે ઉધોગ જૂથ પ્રદૂષણ ફેલાવતું હોય તેને સીલ મારીને દડં વસૂલ કરવામાં આવે છે પરંતુ કાયદાની છટકબારી પ્રમાણે મામૂલી દડં ભરીને ઉધોગજૂથ સીલ ખોલાવી દેતું હોય છે અને ફરીથી પ્રદૂષણ કરવા પ્રેરાય છે. રાજ્યના પર્યાવરણવિદ્દોની મહેનત એળે જાય છે. પ્રદૂષણ ફેલાવતા ઉધોગોને પર્યાવરણિય નિયમોના ભગં બદલ નોટિસ અપાય છે અને દડં લેવાય છે પરંતુ કસૂરવારોને જેલની સજા ભાગ્યે જ થતી હોય છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે બેન્ક ગેરંટી સ્કીમ અને પર્યાવરણને નુકશાન બદલ કાયદાકીય દડં વસૂલ કરવાની સત્તા છે. આ રકમ પર્યાવરણ ના વિકાસ માટે કાર્યો માટે કરવાના હોય છે પરંતુ તેમાંથી ખર્ચ કરવામાં આવતો નથી. રાજ્યના પર્યાવરણવિદ્દોના કહેવા મુજબ ગુજરાતમાં 40 ટકા ઉધોગો પ્રદૂષણ ફેલાવે છે જે પૈકી 25 ટકા ઉધોગોના ગંદા પાણી નદી અને સમુદ્રમાં ઠલવાય છે. બીજી તરફ હલકાં પ્લાસ્કીકનું ચલણ વધતું જાય છે.

રાજ્ય સરકારે પાંચ વખત પ્લાસ્ટિક ફ્રી ગુજરાતના આદેશ કર્યા છે તેમ છતાં આજે પણ બજારમાંથી પ્લાસ્ટીક અદ્રશ્ય થયું નથી. ઉધોગોના પ્રદૂષણો હવા અને પાણી ખરાબ કરી લોકોના આરોગ્યને જોખમાવે છે છતાં દંડની રકમનો ઉપયોગ ઇકો રિસ્ટોરેશન માટે થતો નથી.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બેન્ક ગેરંટી સ્કીમ મુજબ જો કોઇ ઉધોગ પર્યાવરણના કાયદાનો ભગં કરે તો તેની પાસેથી 25000 પિયાથી લઇને 1,00,00,000 રૂપિયા સુધીની બેન્ક ગેરંટી લેવાય છે અને તે નિયમોનો ભગં કરે તો બેન્ક ગેરંટી જપ્ત કરાય છે. પરંતુ તે જમા થયેલી રકમને પર્યાવરણ જાળવણી કે પ્રદૂષણથી નુકસાનની ભરપાઇ કરવા માટે થતો નથી. એ ઉપરાંત નેશનલ ગ્રીન ટિ્રબ્યુનલના ચૂકાદા મુજબ ઉધોગો પ્રદૂષણ કરે અને તેનાથી જે નુકસાન થાય તેની આકારણી કરીને એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન (ઇડીસી)ની રકમ તેમની પાસેથી લેવામાં આવે છે, આ રકમ કયાં જાય છે તે ખબર પડતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code